Ganesh Puja Muhurat: ભાદરવા સુદ ચોથના પવિત્ર દિવસે સોમવાર, 14 સપ્ટેમ્બર 2026ના રોજ ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવશે. આ દિવસથી દસ દિવસીય ગણેશોત્સવનો પ્રારંભ થશે. દેશભરમાં ગણેશભક્તો દ્વારા ભગવાન ગણેશની પ્રતિમાની સ્થાપના કરી શ્રદ્ધાપૂર્વક પૂજન કરવામાં આવશે.
Ganesh Puja Muhurat: ગણેશ સ્થાપના માટે શુભ મુહૂર્ત

ગણેશજીની સ્થાપના અને મધ્યાહ્ન પૂજન માટે સવારે 11:02થી બપોરે 1:31 વાગ્યા સુધીનો સમય શુભ માનવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન ભક્તો વિઘ્નહર્તાની પ્રતિમા સ્થાપિત કરી પૂજન-અર્ચન કરી શકશે.
પૂજા પહેલાં પૂજા સ્થાનને શુદ્ધ કરી લાલ અથવા પીળા વસ્ત્ર ઉપર માટીની ગણેશ પ્રતિમા સ્થાપિત કરવાની પરંપરા છે. ત્યારબાદ કંકુ, અક્ષત, સિંદૂર અને ફૂલ અર્પણ કરવામાં આવે છે.
Ganesh Puja Muhurat: 21 દુર્વા અને મોદકનું વિશેષ મહત્વ
ગણેશજીને પૂજન દરમિયાન 21 દુર્વા અને મોદક અર્પણ કરવામાં આવે છે. સાથે જ ‘ૐ ગં ગણપતયે નમઃ’ મંત્રનો જાપ કરીને આરતી કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર શ્રદ્ધાપૂર્વક ગણેશજીનું પૂજન કરવાથી વિઘ્નો દૂર થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

25 સપ્ટેમ્બરે ગણેશોત્સવનું સમાપન
14 સપ્ટેમ્બરથી શરૂ થનારો ગણેશોત્સવ 25 સપ્ટેમ્બર 2026ના રોજ ગણેશ વિસર્જન સાથે પૂર્ણ થશે. આ દરમિયાન વિવિધ વિસ્તારોમાં ગણપતિ સ્થાપના, પૂજન, આરતી અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ₹22,561 કરોડનો મહાઆઈપીઓ 17 સપ્ટેમ્બરે ખુલશે

