Major Crackdown By Patan LCB: પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પોલીસને એક મોટી સફળતા મળી છે. પાટણ જિલ્લાના દેલમાલ ગામેથી પોલીસે નકલી ભારતીય ચલણી નોટો છાપવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ઝેરોક્ષની દુકાનની આડમાં ચાલી રહેલા આ કાળા કારોબારમાંથી પોલીસે બે ઇસમોને રંગેહાથ ઝડપી પાડ્યા છે.
Major Crackdown By Patan LCB: ઝેરોક્ષની દુકાનમાં છપાતી હતી રૂ. ૫૦૦ની નકલી નોટો
મળતી માહિતી મુજબ, દેલમાલ ગામે આવેલી ‘શિવાય ઇન્ફોટેક’ નામની ઝેરોક્ષની દુકાનમાં નકલી નોટો બનાવવાનું નેટવર્ક ચાલી રહ્યું હતું. મુખ્ય આરોપી નિકુલજી ઠાકોર આ દુકાનમાં એક બાળ કિશોર (કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર)ને પોતાની સાથે રાખીને કલર પ્રિન્ટરની મદદથી રૂ. ૫૦૦ના દરની હૂબહૂ નકલી નોટો છાપતો હતો. LCB પોલીસે ચોક્કસ બાતમીના આધારે દુકાન પર દરોડો પાડીને આ આખા નેટવર્કને પકડી પાડ્યું છે.
Major Crackdown By Patan LCB: લાખોનો મુદ્દામાલ જપ્ત

પોલીસે દરોડા દરમિયાન દુકાનમાંથી ગુનામાં વપરાયેલ તમામ સાહિત્ય અને વાહનો કબજે કર્યા છે, જેમાં નીચે મુજબની વસ્તુઓ સામેલ છે:
- રૂ. ૫૦૦ના દરની ૪૯૨ નકલી નોટો (કુલ કિંમત રૂ. ૨,૪૬,૦૦૦ ફેસ વેલ્યુ)
- નકલી નોટો છાપવા માટે વપરાતું કોમ્પ્યુટર અને કલર પ્રિન્ટર
- મોબાઈલ ફોન અને વાહન
- કુલ મુદ્દામાલ: રૂ. ૧,૦૧,૧૦૦
Major Crackdown By Patan LCB: અન્ય ત્રણ સાગરીતોની શોધખોળ શરૂ

પાટણ LCB પોલીસે નકલી નોટોના આ રેકેટમાં સામેલ મુખ્ય આરોપી નિકુલજી ઠાકોર અને બાળ કિશોરને કસ્ટડીમાં લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછમાં આ ગુનામાં અન્ય ત્રણ ઇસમોની સંડોવણી પણ સામે આવી છે, જેથી પોલીસે આ ત્રણેય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ નકલી નોટો ક્યાં-ક્યાં વટાવવામાં આવી છે તે દિશામાં પણ તપાસ લંબાવવામાં આવી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: રેવતી સુલેના લગ્નમાં સેલેબ્સનો જમાવડો: શાહરુખનો ધમાકેદાર ડાન્સ, નીતા-રાધિકાના ‘બિગ બી’ સાથે ગપાટા!




