Home State Gujarat Tragedy On Dholera Expressway: ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો! અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર...

Tragedy On Dholera Expressway: ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો! અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર ભાવનગરના પરિવારની લક્ઝરી બસ પલટી, 1નું મોત, 15થી વધુ ઇજાગ્રસ્ત

0
146
Tragedy On Dholera Expressway
Tragedy On Dholera Expressway

Tragedy On Dholera Expressway: અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવે પર એક અત્યંત કમકમાટીભર્યો અને દર્દનાક અકસ્માત સર્જાયો છે. અમદાવાદથી ભાવનગર તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બસ હાઈવે પર જ પલટી મારી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં ૧ વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે ૧૫થી વધુ મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

Tragedy On Dholera Expressway

Tragedy On Dholera Expressway: ગોતામાં સીમંત પ્રસંગ પતાવી ખુશી-ખુશી ઘરે પરત ફરી રહ્યો હતો પરિવાર

મળતી માહિતી મુજબ, લક્ઝરી બસમાં સવાર તમામ મુસાફરો ભાવનગરના વતની હતા. આ આખો પરિવાર અમદાવાદના ગોતા વિસ્તારમાં રાખવામાં આવેલા એક સીમંત (ખોળો ભરવાનો) પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યો હતો. પ્રસંગ ખૂબ જ સારી રીતે પૂર્ણ કરીને આખો પરિવાર ખુશી-ખુશી લક્ઝરી બસ બંધાવીને પોતાના વતન ભાવનગર પરત ફરી રહ્યો હતો. પરંતુ નિયતિને કંઈક જુદું જ મંજૂર હતું, વતન પહોંચે તે પહેલાં જ અધવચ્ચે કાળનો પંજો ત્રાટક્યો હતો.

Tragedy On Dholera Expressway

Tragedy On Dholera Expressway: હાઈવે પર ચીસાચીસ: 5 જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી

અકસ્માત એટલો જોરદાર હતો કે બસ પલટી મારતાં જ મુસાફરોની ચીસાચીસથી હાઇવે ગુંજી ઉઠ્યો હતો. અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ કોઠ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઇજાગ્રસ્તોની ગંભીર સ્થિતિને જોતાં બગોદરા, ધોળકા અને વટામણ સહિતની આસપાસની ૫ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ વાનની મદદ લેવાઈ હતી.

Tragedy On Dholera Expressway: બસની બારીઓ તોડી મુસાફરોને બહાર કઢાયા

પોલીસ અને સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ બસમાં ફસાયેલા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. તમામ ૧૫થી વધુ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ધોળકાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં અમુક મુસાફરોની હાલત હજુ પણ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડીને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે ભાવનગરમાં રહેતા પરિવારના સગા-સંબંધીઓમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

પાટણ LCBનો મોટો સપાટો દેલમાલ ગામે ઝેરોક્ષની દુકાનમાં ચાલતું નકલી નોટોનું કારખાનું ઝડપાયું, બે ઇસમોની ધરપકડ!

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે