PM Modi to MPs: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તેમના નિવાસસ્થાને BJPના લગભગ 37 નવનિર્વાચિત અને અન્ય પક્ષોમાંથી આવેલા રાજ્યસભા સાંસદો સાથે નાસ્તા પર બેઠક યોજી હતી. આ બેઠકમાં આમ આદમી પાર્ટી (AAP) અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)માંથી BJPમાં જોડાયેલા નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન PM મોદીએ સાંસદોને સંસદીય મર્યાદા, સોશિયલ મીડિયાના ઉપયોગ અને દિલ્હીના રાજકારણમાં સાવચેતી રાખવા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું.

PM Modi to MPs: સંસદમાં ગરિમા અને સંયમ જાળવો
સંસદીય ચર્ચા દરમિયાન થતી તણાવપૂર્ણ સ્થિતિ અંગે PM મોદીએ સ્પષ્ટ જણાવ્યું કે, સદનની અંદરની ચિંતા કે તણાવને બહાર ન લઈ જાવ. તેમણે સલાહ આપી કે:
- “સંસદમાં બૂમો પાડવાની કે ગુસ્સામાં બોલવાની કોઈ જરૂર નથી. દરેક મુદ્દા પર પોતાની વાત શાંતિથી અને મક્કમતાથી રજૂ કરો.”
- સાંસદો સત્તા પક્ષ અને વિપક્ષ બંનેના સભ્યોને ઓળખે અને સદનમાં સાથીઓની સમજ કેળવે.
- સંસદને એક યુનિવર્સિટી ગણીને નેતાઓએ એકબીજા પાસેથી શીખવું જોઈએ. સાથે જ, સાંસદોને સંસદની લાઇબ્રેરીમાં દરરોજ ઓછામાં ઓછા એક કે બે કલાક વિતાવવા પ્રોત્સાહિત કર્યા.

PM Modi to MPs: સોશિયલ મીડિયા અને લેટરહેડના ઉપયોગમાં સાવધાની
વડાપ્રધાને સાંસદોને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને X (ટ્વિટર) જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સક્રિય રહેવાની સાથે-સાથે ખૂબ જ સાવચેત રહેવાની ચેતવણી આપી હતી. આ ઉપરાંત તેમણે રાજકીય દર્શન અને નૈતિકતા અંગે નીચે મુજબના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો:
- સાંસદો દિલ્હીના રાજકીય દાયરામાંથી બહાર નીકળે.
- દિલ્હીમાં કોને મળી રહ્યા છો અને કોની સાથે બેસી રહ્યા છો, તેનું વિશેષ ધ્યાન રાખો.
- લેટરહેડનો ઉપયોગ અને પોતાનું જાહેર આચરણ ખૂબ જ કાળજીપૂર્વક કરો.
- સોશિયલ મીડિયા અને ટીવી પર નિવેદનો આપતી વખતે સતત સાવધ રહો.

PM Modi to MPs: યુવાનો સાથે જોડાઓ અને યોગ-સમય વ્યવસ્થાપન અપનાવો
સાંસદોને યુવાનો સાથે જોડાવા, તેમની વાત ધ્યાનથી સાંભળવા અને નમ્રતાથી વાત કરવા જણાવાયું હતું. તેમજ યુવાનોને રમતગમત પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવા માટે કહેવાયું હતું.
જ્યારે સાંસદોએ PMને તેમના વ્યસ્ત શેડ્યૂલને સંભાળવાનું રહસ્ય પૂછ્યું, ત્યારે તેમણે જવાબ આપ્યો, “હું વર્તમાનમાં જીવું છું. હાલ હું તમારા બધા સાથે વાત કરી રહ્યો છું, તો હું ફક્ત અહીં જ છું.” તેમણે સાંસદોને વર્તમાનમાં જીવીને દેશના ભવિષ્ય માટે કામ કરવાનો મંત્ર આપ્યો હતો.
PM Modi to MPs: સાંસદોની પ્રતિક્રિયાઓ:
- અશોક મિત્તલ: “PMએ યુવાનો સાથે જોડાવા માટે તેમને ધ્યાનથી સાંભળવા અને નમ્રતાથી વાત કરવાની સલાહ આપી.”
- વિક્રમજીત સિંહ: “PMએ સંસદને ગંભીરતાથી લેવા અને તેને સુચારુ રૂપે ચલાવવા પર ભાર મૂક્યો.”
- સુષ્મિતા દેવ: “PMએ સંસદને એક યુનિવર્સિટીની જેમ ગણાવી, જ્યાં નેતાઓએ એકબીજા પાસેથી શીખવું જોઈએ.”
- તરુણ ચુઘ: “PMએ પક્ષની રાજનીતિથી ઉપર ઉઠીને સાર્વજનિક જીવનમાં ગરિમા જાળવી રાખવાનો પાઠ ભણાવ્યો.”
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
સુરત ફાયરબ્રિગેડ બનશે દેશમાં સૌથી ‘હાઇટેક’