Surat Sets New Benchmark: સુરત ફાયર ડિપાર્ટમેન્ટ દેશમાં પ્રથમવાર ‘સ્માર્ટ ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ’ વિકસાવી રહ્યું છે, જેના કારણે સુરત આધુનિક ટેક્નોલોજી અપનાવનાર દેશનું પ્રથમ શહેર બનશે. આ નવી સિસ્ટમથી ઈમરજન્સી કોલ મળતાની સાથે જ ક્ષણવારમાં બચાવ કામગીરી શરૂ કરી શકાશે. અંદાજે આગામી એક વર્ષમાં આ સમગ્ર સિસ્ટમ શહેરમાં કાર્યરત થઈ જશે.

Surat Sets New Benchmark:સુરત ફાયરબ્રિગેડ બનશે દેશનું પ્રથમ હાઇટેક વિભાગ

- ઓલા-ઉબરની જેમ GIS અને GPSથી વાહનોનું ટ્રેકિંગ: કેબ સિસ્ટમની જેમ ફાયર વિભાગના વાહનોમાં IoT (ઇન્ટરનેટ ઓફ થિંગ્સ) બેઝ્ડ મોનિટર સિસ્ટમ અને GPS ટ્રેકિંગ લગાડાશે. ઘટનાસ્થળથી સૌથી નજીકનું વાહન તરત જ રવાના થઈ શકે તેવી સ્માર્ટ વ્યવસ્થા ઊભી કરાશે.
- જવાનોના યુનિફોર્મ પર ‘બોડી કેમેરા’ (AI આધારિત): ફાયર જવાનો પર બોડી કેમેરા લગાવાશે, જેથી કંટ્રોલ રૂમમાં બેઠેલા અધિકારીઓ ઘટનાસ્થળની વાસ્તવિક પરિસ્થિતિ અને આગની ગંભીરતા લાઈવ જોઈને યોગ્ય નિર્ણયો લઈ શકશે.
- 104 મીટર ઊંચું હાઈડ્રોલિક પ્લેટફોર્મ: આગ પર કાબૂ મેળવવા અને ઊંચી ઇમારતો માટે 104 મીટર ઊંચું અતિઆધુનિક હાઈડ્રોલિક પ્લેટફોર્મ ખરીદવામાં આવશે.

- એક જ સ્ક્રીન પર સમગ્ર શહેરનું મોનિટરિંગ (ICCC): ઇન્સિડન્ટ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) દ્વારા શહેરના તમામ ઇમરજન્સી કોલ, ફાયર એલાર્મ, લાઈવ વીડિયો અને વાહનોની સ્થિતિનું એક જ સ્ક્રીન પર ચોવીસે કલાક રિયલ ટાઇમ મોનિટરિંગ થશે.
- મોટા એકમો માટે વિશેષ સિસ્ટમ: મોટા ટેક્સટાઇલ માર્કેટો, વ્યાપારી સંકુલ અને રેસિડેન્શિયલ હાઇરાઇઝ ઇમારતોમાં વિશેષ સિસ્ટમ ઇન્સ્ટોલ કરાશે, જેમાં માત્ર એક એલાર્મથી સીધી ફાયર કંટ્રોલ રૂમને જાણ થઈ જશે.
- ડિજિટલ રેકોર્ડ અને સ્પીચ-ટુ-ટેક્સ્ટ ટેક્નોલોજી: કંટ્રોલ રૂમમાં આવતા દરેક ઈમરજન્સી કોલનું સ્પીચ-ટુ-ટેક્સ્ટ ટેક્નોલોજી દ્વારા આપોઆપ લખાણમાં રૂપાંતર થશે અને દરેક કોલનો ડિજિટલ રેકોર્ડ તૈયાર થશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: પાલનપુરમાં સનાતન સંત સમાજ અને VHP દ્વારા વિરોધ પ્રદર્શન: કલેક્ટરને આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માંગ