Bollywood Meets Hollywood: બોલિવૂડના જાણીતા અભિનેતા હૃતિક રોશન ફરી એકવાર પોતાના સ્ટાઇલિશ અંદાજને લઈને ચર્ચામાં આવ્યા છે. અમેરિકાના લોસ એન્જલસમાં 7 નવેમ્બરે યોજાયેલા પ્રતિષ્ઠિત LACMA Art+Film Galaમાં હૃતિક રોશને પ્રથમ વખત હાજરી આપી હતી. આ આંતરરાષ્ટ્રીય સમારંભમાં તેમની હાજરી ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. હૃતિક રોશન કાળા રંગના શાનદાર સૂટમાં રેડ કાર્પેટ પર પહોંચ્યા હતા. તેમનો આ ક્લાસિક અને આકર્ષક અંદાજ સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બન્યો છે.
Bollywood Meets Hollywood: આંતરરાષ્ટ્રીય સેલેબ્સનો જમાવડો

આ ભવ્ય સમારંભમાં હૃતિક રોશન ઉપરાંત કાયલી જેનર, કિમ કાર્દાશિયન અને નિકોલ કિડમેન સહિતની જાણીતી આંતરરાષ્ટ્રીય હસ્તીઓએ હાજરી આપી હતી. રેડ કાર્પેટ પર વિવિધ સેલેબ્સના ફેશન અને સ્ટાઇલિશ અંદાજ જોવા મળ્યા હતા. હૃતિક રોશનની હાજરીએ આ કાર્યક્રમમાં ભારતીય ફિલ્મ જગતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
Bollywood Meets Hollywood: કલા અને સિનેમાની ઉજવણી

LACMA Art+Film Gala કલા અને સિનેમાના ક્ષેત્ર સાથે જોડાયેલી પ્રતિભાઓને સન્માનિત કરવા માટે યોજાતો વાર્ષિક કાર્યક્રમ છે. આ સમારંભ દ્વારા કલા અને ફિલ્મ જગતના પ્રતિભાશાળી કલાકારોના યોગદાનને બિરદાવવામાં આવે છે. કાર્યક્રમમાંથી એકત્રિત થતું ભંડોળ કલા અને સિનેમા સંબંધિત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. હૃતિક રોશનની આ આંતરરાષ્ટ્રીય હાજરીએ ફરી એકવાર વૈશ્વિક મંચ પર ભારતીય ફિલ્મ જગતનું ધ્યાન ખેંચ્યું છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: 75 કિલો વજન વર્ગની ફાઇનલમાં ચીનની મિન રાઓ સામે 1-2થી હારનો સામનો કર્યો, સેમિફાઇનલમાં અમેરિકાની ખેલાડીને હરાવી ફાઇનલમાં બનાવી હતી જગ્યા

