Plastic Currency Soon in India: જો તમે પણ ફાટેલી કે મેલીઘેલી 10 અને 20 રૂપિયાની નોટોથી પરેશાન છો, તો તમારા માટે એક મોટા અને રાહતજનક સમાચાર છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) ટૂંક સમયમાં જ દેશમાં પ્લાસ્ટિક એટલે કે પોલિમર કરન્સી નોટો લાવવાની તૈયારી કરી રહી છે. RBIની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠક બાદ ગવર્નર સંજય મલ્હોત્રાએ આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.
બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા દુનિયાના 60થી વધુ દેશોમાં પોલિમર કરન્સી સફળતાપૂર્વક ઉપયોગમાં લેવાઈ રહી છે, અને હવે ભારત પણ આ દિશામાં મોટું પગલું ભરવા જઈ રહ્યું છે.

Plastic Currency Soon in India: પોલિમર નોટ એટલે શું અને તે શા માટે જરૂરી છે?
પોલિમર બેંક નોટ્સ કાગળને બદલે એક ખાસ પ્રકારના પ્લાસ્ટિક મટીરીયલ (પોલિમર સબસ્ટ્રેટ) પર છાપવામાં આવે છે. સ્પર્શમાં તે સામાન્ય નોટો જેવી જ હળવી હોય છે, પરંતુ તેના મુખ્ય ફાયદા નીચે મુજબ છે:
- લાંબી ઉંમર: આ નોટો પાણી, ધૂળ અને ગંદકીથી ખરાબ થતી નથી અને સરળતાથી ફાટતી પણ નથી. આ નોટો 30 વર્ષ સુધી ચાલી શકે છે.
- નકલી નોટો પર લગામ: પોલિમર શીટ પર અત્યાધુનિક સિક્યોરિટી ફીચર્સ સરળતાથી ઉમેરી શકાય છે, જેનાથી નકલી નોટો બનાવવી લગભગ અશક્ય બની જશે.
- છપાઈ ખર્ચમાં બચત: કાગળની નોટો જલ્દી ખરાબ થતી હોવાથી વારંવાર છાપવી પડે છે. નાણાકીય વર્ષ 2025માં RBIએ કાગળની નોટોની છપાઈ પાછળ ₹6,372.8 કરોડ ખર્ચ કર્યા હતા. પોલિમર નોટો આવવાથી સરકારી ખર્ચમાં મોટો ઘટાડો થશે.
Plastic Currency Soon in India: શું જૂની કાગળની નોટો બંધ થઈ જશે?
જો તમારા મનમાં એ સવાલ હોય કે શું પ્લાસ્ટિક નોટ આવવાથી જૂની કાગળની નોટો બંધ થઈ જશે, તો બિલકુલ નહીં! RBIએ સ્પષ્ટ કર્યું છે કે પોલિમર અને કાગળ બંને પ્રકારની નોટો બજારમાં એકસાથે સહ-અસ્તિત્વમાં રહેશે. આ ફેરફાર તબક્કાવાર (અલગ-અલગ ચરણમાં) કરવામાં આવશે, જેથી નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે.
Plastic Currency Soon in India: ભારતમાં નોટબંધી અને નોટો બદલવાનો ઇતિહાસ
આઝાદીથી લઈને અત્યાર સુધી ભારતમાં મોટા પાયે 3 વખત નોટો બદલવાના કે બંધ કરવાના નિર્ણયો લેવાયા છે:
- જાન્યુઆરી 1946 (બ્રિટિશ કાળ): કાળા નાણાં રોકવા ₹500, ₹1000 અને ₹10,000ની નોટો બંધ કરાઈ હતી.
- જાન્યુઆરી 1978 (મોરારજી દેસાઈ સરકાર): ભ્રષ્ટાચાર અને કાળા નાણાને ડામવા મોટી નોટો રદ કરાઈ હતી.
- 8 નવેમ્બર 2016 (નરેન્દ્ર મોદી સરકાર): રાત્રે 8 વાગ્યે ₹500 અને ₹1000ની નોટો અમાન્ય જાહેર કરીને નવી નોટો બહાર પાડવામાં આવી હતી (ત્યારબાદ મે 2023માં ₹2,000ની નોટ પણ ‘ક્લીન નોટ પોલિસી’ હેઠળ પાછી ખેંચવામાં આવી).
હવે આગામી એપ્રિલ-મે મહિનાથી શરૂ થનારી આ પોલિમર નોટોની સફર ભારતીય અર્થવ્યવસ્થા અને કરન્સી સિસ્ટમ માટે એક નવો અધ્યાય સાબિત થશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
થાઈલેન્ડથી દિલ્હી આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ભયાનક ટર્બ્યુલન્સ