HomeDeshInside Revathi Sule’s Wedding:  રેવતી સુલેના લગ્નમાં સેલેબ્સનો જમાવડો: શાહરુખનો ધમાકેદાર ડાન્સ,...

Inside Revathi Sule’s Wedding:  રેવતી સુલેના લગ્નમાં સેલેબ્સનો જમાવડો: શાહરુખનો ધમાકેદાર ડાન્સ, નીતા-રાધિકાના ‘બિગ બી’ સાથે ગપાટા!

Inside Revathi Sule’s Wedding:  રાજનીતિ, બિઝનેસ અને બોલિવૂડ જગતની દિગ્ગજ હસ્તીઓ તાજેતરમાં એક જ છત નીચે જોવા મળી હતી. નિમિત્ત હતું NCP (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના વડા શરદ પવારના દોહિત્રી અને સાંસદ સુપ્રિયા સુલેની દીકરી રેવતી સુલેના લગ્નનું. ૨૦ જૂને રેવતી અને સારંગ લાખાની લગ્નના બંધનમાં બંધાયા, જેમાં દેશભરના વીવીઆઈપી મહેમાનોએ હાજરી આપીને રોનક વધારી દીધી હતી.

હાલમાં આ હાઈ-પ્રોફાઈલ લગ્નના અંદરના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે.

Inside Revathi Sule’s Wedding: ‘કોઈ મિલ ગયા’ ગીત પર કિંગ ખાનનો ક્રેઝી ડાન્સ

Inside Revathi Sule’s Wedding

લગ્નના સંગીત સમારોહમાં બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાને પોતાની એનર્જીથી સ્ટેજ ગજવી દીધું હતું. જ્યારે પોપ્યુલર સિંગર રાહુલ વૈદ્ય સ્ટેજ પર ‘કુછ કુછ હોતા હૈ’ ફિલ્મનું સુપરહિટ ગીત ‘કોઈ મિલ ગયા’ ગાઈ રહ્યો હતો, ત્યારે શાહરુખ ખાને કંટ્રોલ ન કરી શક્યો. કિંગ ખાને નવપરિણીત યુગલ રેવતી અને સારંગ સાથે સ્ટેજ પર જઈને મન મૂકીને ડાન્સ કર્યો હતો. શાહરુખનો આ અંદાજ જોઈને ત્યાં હાજર મહેમાનો પણ ઝૂમી ઉઠ્યા હતા.

Inside Revathi Sule’s Wedding

Inside Revathi Sule’s Wedding: નીતા અંબાણી અને રાધિકાએ ‘બિગ બી’ સાથે મારી વાતોની હેડકી!

Inside Revathi Sule’s Wedding

આ શાહી લગ્નમાં અંબાણી પરિવારની નવી પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ અને સાસુ નીતા અંબાણી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. બંને મેચિંગ કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગતા હતા.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં, જ્યારે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન એક્ઝિટ તરફ જઈ રહ્યા હતા, ત્યારે રાધિકા અને નીતા અંબાણી તેમને રસ્તામાં મળ્યા હતા. રાધિકા ખૂબ જ ઉત્સાહ સાથે મોટી સ્માઈલ આપીને અમિતાભ બચ્ચન સાથે વાતોના ગપાટા મારતી જોવા મળી હતી, જેમાં સાસુ નીતા અંબાણી પણ સાથ આપી રહ્યા હતા.

Inside Revathi Sule’s Wedding: કાકાજી સસરા અનિલ અંબાણી અને રાધિકાનો ક્યૂટ બોન્ડ

Inside Revathi Sule’s Wedding

આ જ વાતચીત દરમિયાન રાધિકા અને તેના કાકાજી સસરા અનિલ અંબાણી વચ્ચેનો એક સુંદર બોન્ડ પણ કેમેરામાં કેદ થયો હતો. રાધિકા જ્યારે ‘બિગ બી’ સાથે વાત કરતી હતી ત્યારે અનિલ અંબાણી ત્યાં પહોંચ્યા હતા. રાધિકા તરત જ હસતાં-હસતાં તેમના પગે લાગવા ગઈ, પરંતુ અનિલ અંબાણીએ તેને રોકીને વ્હાલથી ગળે લગાવી લીધી હતી. આ ક્યૂટ મોમેન્ટ પણ ઇન્ટરનેટ પર ફેન્સને ખૂબ ગમી રહી છે.

બોલિવૂડના સ્ટાર્સનો ભારે જમાવડો

Inside Revathi Sule’s Wedding

આ લગ્ન પ્રસંગમાં શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચન ઉપરાંત, સલમાન ખાન તેના એકદમ અલગ લુકમાં જોવા મળ્યો હતો, જ્યારે રણબીર કપૂર બ્લેક ટક્સિડો સૂટમાં ડેશિંગ લુકમાં પહોંચ્યો હતો. આ સિવાય મુકેશ અંબાણી અને અનંત અંબાણી પણ સુલે પરિવારની આ ખુશીઓમાં ખાસ હાજર રહ્યા હતા.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: તમિલનાડુમાં મોટી દુર્ઘટના, સીફૂડ ફેક્ટરીમાં ઝેરી એમોનિયા ગેસ લીક થતાં 7 મહિલાઓના કરુણ મોત, 65થી વધુ હોસ્પિટલમાં

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments