Home Videsh Indian IT Professional Shot Dead in US: અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલની ઘાતકી...

Indian IT Professional Shot Dead in US: અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલની ઘાતકી હત્યા, ફેક પિઝા ઓર્ડર આપીને બોલાવ્યો, માથામાં મારી ગોળી

0
85
Indian IT Professional Shot Dead in US
Indian IT Professional Shot Dead in US

Indian IT Professional Shot Dead in US: અમેરિકાના ફિલાડેલ્ફિયામાં વધુ એક ભારતીય યુવાન વંશીય હિંસા અથવા ગુનાખોરીનો ભોગ બન્યો છે. તેલંગાણાના ૨૮ વર્ષીય આઈટી પ્રોફેશનલ અંશુલ કુંચાની અજાણ્યા બદમાશોએ ગોળી મારીને કરપીણ હત્યા કરી દીધી છે. ચોંકાવનારી વિગત એ છે કે, અંશુલને ફસાવવા માટે હુમલાખોરોએ એક નકલી પિઝા ઓર્ડરનો સહારો લીધો હતો અને નિર્જન જગ્યાએ બોલાવીને આ વારદાતને અંજામ આપ્યો હતો.

Indian IT Professional Shot Dead in US

Indian IT Professional Shot Dead in US: ઑર્ડર એ માત્ર ‘મોતની જાળ’ હતો: બહેનનો આક્ષેપ

અંશુલ મૂળ હૈદરાબાદનો વતની હતો અને ત્યાંથી બીટેક કર્યા બાદ માસ્ટર્સ કરવા અમેરિકા ગયો હતો. હાલ તે એક પ્રતિષ્ઠિત મલ્ટીનેશનલ કંપની (KWC) માં નોકરી કરતો હતો. જોકે, વધારાની આવક માટે તે વીકએન્ડમાં પિઝા ડિલિવરીનું પાર્ટ-ટાઇમ કામ પણ કરતો હતો.

શનિવારે રાત્રે તેને ફિલાડેલ્ફિયાના એક નિર્જન વિસ્તારમાંથી ઓર્ડર મળ્યો હતો. અંશુલની બહેન તન્વી કુંચાએ રડતા રડતા જણાવ્યું કે, આ ડિલિવરી ઓર્ડર માત્ર એક જાળ હતી. ત્યાં કોઈ ગ્રાહક નહોતો, અંશુલને માત્ર ટાર્ગેટ કરવા માટે જ ત્યાં બોલાવવામાં આવ્યો હતો.” પરિવારે જણાવ્યું કે હુમલાખોરો અંશુલનો કોઈ સામાન (મોબાઈલ કે વોલેટ) પણ નથી લઈ ગયા, જેથી હત્યા પાછળનો હેતુ હજી સ્પષ્ટ થયો નથી.

Indian IT Professional Shot Dead in US: ઘટનાની મુખ્ય વિગતો અને પોલીસ તપાસ

  • પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરિંગ: ફિલાડેલ્ફિયા પોલીસના ચીફ ઇન્સ્પેક્ટર સ્કોટ સ્મોલે જણાવ્યું કે, ઘટનાસ્થળેથી કારતૂસના ત્રણ ખાલી ખોખા મળ્યા છે. કારતૂસની સ્થિતિ જોતાં સ્પષ્ટ થાય છે કે હુમલાખોરો અંશુલની બિલકુલ નજીક ઊભા હતા અને માથામાં ગોળીઓ મારી હતી.
  • સીસીટીવી ફૂટેજ: ફિલાડેલ્ફિયા હાઉસિંગ ઓથોરિટીના કેમેરામાં ઘટના પહેલાના ફૂટેજ મળ્યા છે. જેમાં અંશુલની પાછળ ઘેરા રંગના કપડાં પહેરેલા બે નકાબપોશ શંકાસ્પદ લોકો ચાલતા દેખાય છે, જેમાંથી એકની પાસે બેકપેક (થેલો) છે.
  • મોબાઈલ નંબર બનશે મહત્વની કડી: પોલીસે જણાવ્યું કે હજી સુધી કોઈની ધરપકડ થઈ નથી, પરંતુ જે નંબર પરથી પિઝા ઓર્ડર કરાયો હતો તેની વિગતો મળી ગઈ છે. આ નંબર ગુનેગારો સુધી પહોંચવામાં મુખ્ય કડી સાબિત થઈ શકે છે.
Indian IT Professional Shot Dead in US

Indian IT Professional Shot Dead in US: પહેલાં પણ લૂંટનો ભોગ બન્યો હતો અંશુલ

પરિવારોના જણાવ્યા અનુસાર, અંશુલ અમેરિકામાં સુરક્ષિત અનુભવતો નહોતો. આ પહેલા પણ તેની સાથે લૂંટફાટની એક ઘટના બની ચૂકી હતી, જેમાં બદમાશો તેની સોનાની ચેઈન, મોબાઈલ અને રોકડ રકમ ઝૂંટવી ગયા હતા. જોકે, એ સમયે તેનો જીવ બચી ગયો હતો, પણ આ વખતે હુમલાખોરોએ ક્રૂરતાની બધી હદો વટાવી દીધી.

Indian IT Professional Shot Dead in US: મૃતદેહ વહેલી તકે ભારત લાવવા પરિવારની આજીજી

આ આઘાતજનક ઘટના બાદ ન્યૂયોર્ક સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસે (Indian Consulate) ટ્વીટ કરીને ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. દૂતાવાસે જણાવ્યું છે કે તેઓ સ્થાનિક વહીવટીતંત્ર અને પીડિત પરિવારના સતત સંપર્કમાં છે અને કાનૂની તેમજ અન્ય તમામ જરૂરી મદદ પૂરી પાડી રહ્યા છે.

અંશુલના પરિવારે ભારત અને અમેરિકાની સરકારને અપીલ કરી છે કે અંશુલનો પાર્થિવ દેહ વહેલી તકે હૈદરાબાદ લાવવામાં આવે, જેથી તેઓ પોતાના દીકરાના અંતિમ સંસ્કાર વિધિપૂર્વક કરી શકે. અધિકારીઓએ સોમવાર સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરવાની ખાતરી આપી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

idar અંતિમધામમાં પણ ગુંડાગીરી,દેવી-દેવતાઓની મૂર્તિઓ તોડી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે