HomeGujaratSchools Reopen in Gujarat: ગરમીના પ્રકોપ વચ્ચે રાજ્યભરમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭નો મંગલ...

Schools Reopen in Gujarat: ગરમીના પ્રકોપ વચ્ચે રાજ્યભરમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭નો મંગલ પ્રારંભ; શાળાના પહેલા દિવસે ક્યાંક ખુશી તો ક્યાંક ભૂલકાઓના આંસુનો માહોલ

Schools Reopen in Gujarat: રાજ્યભરમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતાંની સાથે જ આજરોજ, 8 જૂનને સોમવારથી તમામ સરકારી, અર્ધ-સરકારી અને ખાનગી શાળા-કોલેજોમાં શૈક્ષણિક વર્ષ 2026-27નો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. છેલ્લા બે મહિનાથી શાંત પડેલા શાળાઓના પરિસર અને વર્ગખંડો ફરી એકવાર વિદ્યાર્થીઓની ભીડ અને કિલ્લોલથી જીવંત બન્યા છે. નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં એક અનોખો ઉત્સાહ, ઉમંગ અને નવી આશાઓનો માહોલ જોવા મળ્યો હતો. ગુજરાતભરમાં આજે અંદાજીત લાખો વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર શાળાએ જઈને પોતાના નવા ધોરણના અભ્યાસની શરૂઆત કરી છે.

Schools Reopen in Gujarat: કુમકુમ તિલક અને મીઠાઈથી સ્વાગત

Schools Reopen in Gujarat

વહેલી સવારથી જ વિદ્યાર્થીઓના સ્વાગત માટે આચાર્ય અને શિક્ષકો સહિતનો સ્ટાફ સ્કૂલના મુખ્ય ગેટ પર ઉત્સાહભેર હાજર રહ્યો હતો. શાળામાં પ્રવેશતા જ વિદ્યાર્થીઓને કંકુ તિલક કરીને અને મોઢું મીઠું કરાવીને આવકારવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ પણ પરંપરાગત શૈલીમાં શિક્ષકોના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા.

Schools Reopen in Gujarat:ક્યાંક મિલનનો આનંદ, તો ક્યાંક વિરહના આંસુ

Schools Reopen in Gujarat

સ્કૂલના પહેલા દિવસે વિદ્યાર્થીઓમાં જૂના અને નવા મિત્રોને મળવાને લઈ ભારે ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો હતો. જો કે, આ આનંદની વચ્ચે એક ભાવુક દ્રશ્ય પણ જોવા મળ્યું હતું, જ્યાં પ્લે-ગ્રુપ અને બાલમંદિરના નાના ભૂલકાઓને મૂકવા આવેલા વાલીઓ જેવા પાછા વળ્યા, કે તુરંત જ બાળકો રડવા લાગ્યા હતા. શિક્ષકોએ આ નાના બાળકોને રમાડીને વહાલપૂર્વક શાંત પાડ્યા હતા.

અસહ્ય ગરમીને લઈ સ્કૂલોમાં વિશેષ વ્યવસ્થા

હાલ રાજ્યભરમાં ગરમીનો ભારે પ્રકોપ જોવા મળી રહ્યો છે. જો કે, વહીવટી તંત્ર તરફથી વેકેશન લંબાવવાની કોઈ સૂચના ન મળતાં પૂર્વ નિર્ધારિત સમયપત્રક મુજબ જ નવું શૈક્ષણિક વર્ષ શરૂ કરવામાં આવ્યું છે. તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ખાસ આયોજન કરાયું છે:

  • હવાઉજાસ: દરેક ક્લાસરૂમમાં પંખા અને યોગ્ય વેન્ટિલેશનની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.
  • પીવાનું પાણી: કાળઝાળ ગરમીથી બચાવવા માટે સ્કૂલોમાં ઠંડા અને શુદ્ધ પીવાના પાણી માટે ‘વોટર કુલર’ સહિતની વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે.

મિત્રો અને શિક્ષકોને મળવાનો અનોખો આનંદ”

schools in your state are reopening ...

“શાળાએ આવવાની મને બહુ જ મજા આવે છે, કારણ કે અહીં મિત્રો અને શિક્ષકોને મળવાનો ખૂબ આનંદ હોય છે. વેકેશનમાં અમે બહાર ફરવા ગયા હતા અને ત્યાં ખૂબ મજા કરી, પણ વેકેશન દરમિયાન શિક્ષકો અને શાળાની બહુ યાદ આવતી હતી. આજે પહેલા દિવસે મિત્રોને મળીને બહુ અદભુત લાગ્યું.” — રુદ્ર વાઘેલા વિદ્યાર્થી

નવા પુસ્તકોની સુગંધ, નવા ક્લાસરૂમ અને જૂના મિત્રોના સાથ સાથે આજથી રાજ્યના લાખો વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભવિષ્ય ઘડવાનું નવું પ્રકરણ શરૂ થઈ ચૂક્યું છે.

આ પણ વાંચો :રામ દરબારમાંથી પરત ફરતા કાકા-ભત્રીજાને કાળ ભેટ્યો, ભાવનગર રિંગ રોડ પર બેકાબૂ કારે બાઇકને ફંગોળી ટેન્કર પાછળ ઘૂસી, પરિવારમાં કાળો આક્રંદ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments