HomeUncategorizedidar અંતિમધામમાં પણ ગુંડાગીરી,દેવી-દેવતાઓની મૂર્તિઓ તોડી

idar અંતિમધામમાં પણ ગુંડાગીરી,દેવી-દેવતાઓની મૂર્તિઓ તોડી


idar: ગાંધીવાડા અંતિમ ધામમાં અસામાજિક તત્વોએ પાપની તમામ સીમાઓ વટાવી દીધી છે. હિન્દુ દેવી-દેવતાઓની પવિત્ર મૂર્તિઓને નિર્દયતાપૂર્વક ખંડિત કરવામાં આવી છે. હનુમાનજી મહારાજનું પવિત્ર મસ્તક ધડથી અલગ કરી દેવાયું છે. રામદેવપીર, મહાદેવજી અને ગુરુ દત્તાત્રેયની મૂર્તિઓ ટુકડે-ટુકડે કરાયેલી હાલતમાં મળી આવતા સમગ્ર જિલ્લાની ધર્મપ્રેમી જનતામાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે

idar હનુમાનજીનું માથું અલગ કર્યું


કળિયુગના જીવતા જાગતા દેવ ગણાતા સંકટમોચન હનુમાનજી મહારાજનું પવિત્ર મસ્તક ધડથી અલગ, આ કોઈ સામાન્ય નુકસાન નથી, આ કરોડો હિન્દુઓની આસ્થા પર અસામાજિક તત્વોએ કરેલો સીધો અને ઘાતકી પ્રહાર છે. ઇડર નગરપાલિકા સંચાલિત ગાંધીવાડા અંતિમ ધામમાં અસામાજિક તત્વોએ આ આતંક મચાવ્યો છે. અહીં માત્ર બજરંગબલી જ નહીં, પરંતુ ભક્તોના શ્રદ્ધા કેન્દ્ર સમાન રામદેવપીર, દેવોના દેવ મહાદેવજી અને ગુરુ દત્તાત્રેયની પવિત્ર મૂર્તિઓને પણ નિર્દયતાપૂર્વક તોડી પાડવામાં આવી છે.

idar હિન્દુ સંગઠનોમાં રોષ

સ્મશાન ગૃહમાં કોઈ મૂર્તિના હાથ ગાયબ છે, તો કોઈનું માથું ગાયબ છે. આખા પરિસરમાં પવિત્ર મૂર્તિઓના ટુકડા વેરવિખેર પડ્યા છે. લાખો રૂપિયાના ખર્ચે જે અંતિમ ધામનું નવીનીકરણ કરાયું હતું, તેને આ તત્વોએ પોતાનો અડ્ડો બનાવી રોળી નાખ્યું છે. હનુમાનજીનું મસ્તક ધડથી અલગ જોતા જ સ્થાનિકો અને હિન્દુ સંગઠનોના હૈયામાં ભારે રોષ વ્યાપી ગયો છે….

idar પાલિકા સામે આક્ષેપો

ભગવાનની મૂર્તિઓ સુરક્ષિત નથી, તો પછી ઇડરનું નગરપાલિકા તંત્ર શું ઘોર નિદ્રામાં હતું, નગરપાલિકા સુરક્ષા અને સાફ-સફાઈના જે મોટા-મોટા દાવાઓ કરતી હતી, તેની પોકળતા આ ખંડિત મૂર્તિઓએ ખુલ્લી પાડી દીધી છે. લાખો રૂપિયા વાપર્યા પછી પણ અહીં જાળવણી કે સુરક્ષા માટે એક પણ ચોકીદાર રાખવામાં આવ્યો નથી, જેના કારણે આ પવિત્ર સ્મશાન ગૃહ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે. આ ઘોર પાપ અને લાપરવાહી માટે હિન્દુ સંગઠનો સીધેસીધું તંત્રને જવાબદાર માની રહ્યા છે. ઇડરની જનતા વતી હવે એક જ સૂર ઉઠ્યો છે કે આ નરાધમોને કાયદાનો આકરો પાઠ ભણાવવામાં આવે.

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે રણશિંગું ફૂંકી દીધું છે અને તંત્રને અલ્ટીમેટમ આપ્યું છે કે, જો આ ખંડિત મૂર્તિઓ મામલે તાત્કાલિક કડક નિકાલ અને આરોપીઓની ધરપકડ નહીં થાય, તો સમગ્ર ઇડર જ નહીં પણ આખો જિલ્લો ઉગ્ર આંદોલનથી ધણધણી ઉઠશે….સ્મશાન જેવા પવિત્ર સ્થાને દેવી-દેવતાઓની મૂર્તિઓ સુરક્ષિત નથી, તો પછી સામાન્ય જનતા ક્યાં જઈને શ્રદ્ધા રાખે? હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડીને લોહી ઉકાળનારા આ તત્વો સામે પોલીસ અને તંત્ર ક્યારે લાલ આંખ કરશે, તેના પર હવે સૌની નજર મંડાયેલી છે…..

વધારે સમાચાર વાંચવા અહી ક્લિક કરો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments