HomeGujaratરાજકોટમાં ભર બજારે મારા મારી- પાંચ સામે નોધાયો ગુનો

રાજકોટમાં ભર બજારે મારા મારી- પાંચ સામે નોધાયો ગુનો

રાજકોટ શહેરનાં પરાબજાર વિસ્તારમાં વેપારી ઉપર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. જેમાં 5 જેટલા શખ્સોએ ધંધાની બાબતનો અદાવત રાખી વેપારી ઉપર ધોકા-પાઇપ અને લોખંડનાં વજન કાંટાથી હુમલો કરાયો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે ભરબજારે હુમલો થતા અફરાતફરી સર્જાઈ હતી. જેના આધારે એ-ડિવિઝન પોલીસે સમગ્ર મામલે 5 શખ્સો સામે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments