Crackdown on Narcotics: સુરતના અડાજણ વિસ્તારમાં ડ્રગ્સના વેચાણ સામે અડાજણ પોલીસે લાલ આંખ કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે અડાજણ પોલીસે ભુલાભાઈ પાર્ક સોસાયટી પાસેથી ડ્રગ્સના વેચાણ માટે આવેલા બે શખ્સોને રિક્ષા સાથે દબોચી લીધા છે.

Crackdown on Narcotics: પોલીસ કાર્યવાહી અને મુદ્દામાલ જપ્તી
બાતમીને પગલે પોલીસે ગોઠવાયેલી બાતમી મુજબ GJ-05-BW-6380 નંબરની રિક્ષામાં આવેલા શખ્સોની અંગઝડતી કરી હતી. આ તપાસ દરમિયાન તેમની પાસેથી:
- ૫.૮૦૦ ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ
- બે મોબાઇલ ફોન
- એક રિક્ષા આ તમામ મળીને કુલ ૧.૧૨ લાખ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.

Crackdown on Narcotics: આરોપીઓની વિગત અને ગુનાહિત ઇતિહાસ
આ મામલે પકડાયેલા આરોપીઓની ઓળખ મોહમદ ઇમરાન ઇકબાલ અંસારી અને જામીરઉલ્લા મતીઉલ્લા અંસારી તરીકે થઈ છે. પોલીસ તપાસમાં પકડાયેલા આરોપી જામીરઉલ્લા અંસારીનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે, અગાઉ પણ તેની સામે અડાજણ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળનો ગુનો નોંધાયેલો હોવાનું જાણવા મળ્યું છે.
વધુ તપાસ અને વોન્ટેડ આરોપી
આ પ્રકરણમાં પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ કાયદેસરની સખત કાર્યવાહી હાથ ધરી છે. આ ડ્રગ્સ નેટવર્કના મુખ્ય સંડોવાયેલા અન્ય એક શખ્સ અંજુ પટેલને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. અડાજણ પોલીસ દ્વારા આ ડ્રગ્સના મોટા નેટવર્ક અને તેના કનેકશન્સ અંગે વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
સોના-ચાંદીના ભાવમાં આજે ફરી ઉછાળો, સોનું ₹1.57 લાખને પાર

