Bhavnagar Fake Liquor Scandal: અત્યાર સુધીમાં પોલીસે કુલ 13 આરોપીઓને ઝડપી પાડ્યા છે. તમામ આરોપીઓને વધુ તપાસ માટે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ને સોંપવામાં આવ્યા છે. SMCની ટીમ તમામ આરોપીઓને લઈને રવાના થઈ છે અને હવે સમગ્ર કેસની તપાસમાં વધુ મહત્વની વિગતો બહાર આવે તેવી શક્યતા છે.
Bhavnagar Fake Liquor Scandal: તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે

નકલી દારૂના આ કેસમાં ઝડપાયેલા તમામ 13 આરોપીઓને SMC દ્વારા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. તપાસ દરમિયાન આરોપીઓની ભૂમિકા, નકલી દારૂના ઉત્પાદન અને વેચાણ સાથે સંકળાયેલા અન્ય લોકો તેમજ સમગ્ર નેટવર્ક અંગે પૂછપરછ કરવામાં આવશે.

Bhavnagar Fake Liquor Scandal: 14 દિવસના રિમાન્ડની માંગ







SMC દ્વારા કોર્ટ સમક્ષ તમામ આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવનાર છે. તપાસ એજન્સી દ્વારા આરોપીઓ પાસેથી નકલી દારૂના સમગ્ર નેટવર્ક અંગે માહિતી મેળવવા, અન્ય સંડોવાયેલા શખ્સોની વિગતો જાણવા તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલા સાધનો અને સામગ્રી અંગે પૂછપરછ કરવામાં આવે તેવી શક્યતા છે.


હવે SMCની રિમાન્ડ અરજી પર કોર્ટમાં સુનાવણી બાદ કેટલા દિવસના રિમાન્ડ મંજૂર થાય છે તે જોવું મહત્વનું રહેશે. રિમાન્ડ દરમિયાન થતી પૂછપરછમાં કેસને લઈને વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે. નકલી દારૂ મામલે તપાસ આગળ વધતાં સમગ્ર નેટવર્કમાં હજુ કેટલા લોકો સંડોવાયેલા છે તે પણ બહાર આવી શકે છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અડાજણમાં રિક્ષામાં ડ્રગ્સ વેચવા આવેલા બે શખ્સો ઝડપાયા, ૫.૮૦૦ ગ્રામ મેફેડ્રોન જપ્ત

