I Killed My Son: શહેરના આહીર ચોક પાસે આવેલા નહેરુનગર શેરી નંબર 8માં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પારિવારિક કંકાસ અને રોજબરોજના ઝઘડાથી કંટાળીને એક પિતાએ પોતાના જ એકના એક યુવાન પુત્રની ઊંઘમાં હથોડાના ઘા મારીને નિર્દયતાથી હત્યા કરી નાખી છે. આ ઘાતકી હત્યા બાદ આરોપી પિતા જાતે જ પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો અને પોલીસ સમક્ષ ગુનો કબૂલી લીધો હતો. રક્ષાબંધન જેવા પવિત્ર તહેવાર પહેલા જ ભાઈનું મોત થતાં પરિવારમાં ભારે શોક અને માતમ છવાઈ ગયો છે.
I Killed My Son: શું હતી ઘટના:

- સ્થળ: નહેરુનગર શેરી નંબર 8, આહીર ચોક પાસે, ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તાર, રાજકોટ.
- આરોપી: બાબુભાઈ સવસેતા (પિતા).
- મૃતક: રામ (એકના એક પુત્ર).
- ઘટનાની વિગત: પિતાએ ઊંઘમાં રહેલા પુત્ર પર હથોડાથી 3 થી 4 ઘા ઝીંકી ઠંડે કલેજે હત્યા કરી હતી.
- કાર્યવાહી: આરોપી પિતાએ જાતે ભક્તિનગર પોલીસ સ્ટેશને જઈને કહ્યું કે, “મેં મારી દીકરી ને મારી નાખી છે”. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી આરોપીની ધરપકડ કરી એફએસએલ (FSL) ટીમની મદદથી હથોડો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
I Killed My Son: કૌભાંડ અને હત્યાનું કારણ:

પોલીસની પ્રાથમિક તપાસ અને એસીપી ભાવેશ જાધવના જણાવ્યા અનુસાર, મૃતક રામ અગાઉ અવળે રસ્તે ચડી ગયો હતો અને દારૂ સહિતના વ્યસન કે અપલખણ ધરાવતો હતો. તે ઘરમાં વડીલોની મર્યાદા પણ જાળવતો ન હતો અને પિતા સાથે અવારનવાર ઉગ્ર બોલાચાલી તથા ઝઘડા કરતો હતો.

- પરિવારની સ્થિતિ: ઘરમાં રોજબરોજના કજિયાથી કંટાળીને રામની માતા (જયાબેન) છેલ્લા એક મહિનાથી મોરબી ખાતે રિસામણે બેસી ગયા હતા, જેથી પિતા-પુત્ર ઘરમાં એકલા જ રહેતા હતા.
- આર્થિક સ્થિતિ: આરોપી પિતા બાબુભાઈ અગાઉ સેન્ટ્રિંગનું કામ કરતા હતા. હાલમાં કોઈ કામધંધો ન કરતા હોવા છતાં ઘરની નીચે આવેલા ગોડાઉન અને દુકાનનું તગડું ભાડું આવતું હતું, જેનાથી પરિવારનું ગુજરાન ચાલતું હતું.
- સોશિયલ મીડિયા કનેક્શન: મૃતક રામ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતો હતો અને રીલ્સ બનાવવાનો શોખીન હતો. સોશિયલ મીડિયા પર તેના 54 હજારથી વધુ ફોલોઅર્સ પણ હોવાનું સામે આવ્યું છે.
I Killed My Son: રક્ષાબંધન પહેલાં જ બહેનોએ ગુમાવ્યો ‘વીરો’

ગુરુવારે બપોરે અંદાજે 3:30 વાગ્યે પિતા-પુત્ર વચ્ચે બોલાચાલી થયા બાદ પુત્ર સૂઈ ગયો હતો. આ દરમિયાન રોજના ત્રાસ અને ગૃહકંકાસથી ફંટાઈ ગયેલા પિતાએ ઊંઘમાં રહેલા પુત્ર પર હથોડાથી ઘા ઝીંકી દીધા હતા. આ કરુણ બનાવના કારણે મૃતક રામની ત્રણ બહેનોએ રક્ષાબંધન ટાણે જ પોતાના એકના એક ભાઈને હંમેશ માટે ગુમાવી દીધો છે. હાલ ભક્તિનગર પોલીસે મૃતકની માતા જયાબેનની ફરિયાદના આધારે પિતા બાબુભાઈ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની સઘન તપાસ શરૂ કરી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: કલોલના દંતાલીમાં ઝડપાઈ ગેરકાયદે ગેસ રિફિલિંગ ફેક્ટરી: રૂ. 12.83 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

