Hurun India Rich List 2026: હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2026 અનુસાર શાહરુખ ખાન ₹10,000 કરોડની અંદાજિત સંપત્તિ સાથે ભારતીય ફિલ્મ કલાકારોમાં સૌથી વધુ સંપત્તિ ધરાવતા કલાકાર તરીકે યથાવત્ રહ્યા છે. જોકે, 2025ની યાદીમાં તેમની સંપત્તિ ₹12,490 કરોડ આંકવામાં આવી હતી. એટલે એક વર્ષમાં હુરુનના અંદાજ પ્રમાણે તેમની સંપત્તિમાં ₹2,490 કરોડનો ઘટાડો નોંધાયો છે.

શાહરુખની સંપત્તિમાં Red Chillies Entertainment અને Knight Riders Sports સાથે જોડાયેલા બિઝનેસ હિતોનો સમાવેશ થાય છે. હુરુનની સંપત્તિના આંકડા અંદાજ આધારિત હોવાથી ખાનગી કંપનીઓ, રોકાણો અને અન્ય એસેટ્સના મૂલ્યાંકન પ્રમાણે તેમાં ફેરફાર થઈ શકે છે.
Hurun India Rich List 2026:અમિતાભ બચ્ચન ₹4,000 કરોડ સાથે બીજા ક્રમે

યાદીમાં અમિતાભ બચ્ચન ₹4,000 કરોડની અંદાજિત સંપત્તિ સાથે બીજા ક્રમે છે. 2025માં તેમની સંપત્તિ ₹1,630 કરોડ દર્શાવવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, તેમના પરિવારની ઓફિસ મારફતે કંપનીઓ અને રિયલ એસ્ટેટ સહિતના વિવિધ રોકાણો તેમની સંપત્તિના મુખ્ય હિસ્સાઓમાં સામેલ છે.
Hurun India Rich List 2026: સલમાન ખાનની પહેલીવાર એન્ટ્રી

સલમાન ખાન ₹3,000 કરોડની અંદાજિત સંપત્તિ સાથે 2026ની યાદીમાં નવા નામ તરીકે સામેલ થયા છે. તેમની ફિલ્મ પ્રોડક્શન કંપની Salman Khan Films સહિતના વ્યવસાયિક હિતો તેમની સંપત્તિ સાથે જોડાયેલા છે.
Hurun India Rich List 2026: હૃતિક રોશનની સંપત્તિમાં પણ વધારો

હૃતિક રોશન ₹2,500 કરોડની સંપત્તિ સાથે યાદીમાં આગળ છે. 2025માં તેમની સંપત્તિ ₹2,160 કરોડ દર્શાવવામાં આવી હતી. તેમના ફિટનેસ અને લાઇફસ્ટાઇલ બ્રાન્ડ HRXને તેમના બિઝનેસ પોર્ટફોલિયોમાં મહત્વનો હિસ્સો ગણાવવામાં આવ્યો છે.
Hurun India Rich List 2026: જુહી ચાવલા અને કરણ જોહર આ વખતે બહાર

2025ની યાદીમાં ₹7,790 કરોડની સંપત્તિ સાથે રહેલી જુહી ચાવલા અને ₹1,880 કરોડની સંપત્તિ સાથે રહેલા કરણ જોહર આ વર્ષની યાદીમાં સામેલ નથી. બીજી તરફ, નરેશ મલ્હોત્રાની સંપત્તિ ₹16,000 કરોડ દર્શાવવામાં આવી છે.
Hurun India Rich List 2026: ‘King’થી શાહરુખની ફિલ્મી વાપસી

વર્કફ્રન્ટની વાત કરીએ તો 2023માં Pathaan, Jawan અને Dunki બાદ શાહરુખ ખાનની નવી ફિલ્મ રિલીઝ થઈ નથી. હવે તેઓ સિદ્ધાર્થ આનંદના દિગ્દર્શનમાં બની રહેલી King ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મમાં સુહાના ખાન પણ છે અને રિપોર્ટ મુજબ તેની રિલીઝ 24 ડિસેમ્બર માટે નિર્ધારિત છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ઈરાન મિશન વચ્ચે અમેરિકી નૌસૈનિકો પર માનસિક દબાણ: 8 પ્રયાસોની માહિતી સામે આવી

