High Alert in Delhi: સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાજધાની દિલ્હીમાં બોમ્બની ધમકીઓ મળતા સુરક્ષા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. દિલ્હી હાઈકોર્ટને ઈ-મેલ મારફતે બોમ્બની ધમકી મળ્યા બાદ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝેલ સ્કવોડે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.
દિલ્હી હાઈકોર્ટ ઉપરાંત IGI એરપોર્ટના ટર્મિનલ-3, જામનગર હાઉસ, ઝંડેવાલાન વિસ્તાર, સાકેત સ્થિત ડીએમુ ઓફિસ અને દિલ્હી કેન્ટના SDM કાર્યાલયને પણ ધમકી મળ્યાની માહિતી સામે આવી છે. સંબંધિત સ્થળોએ સુરક્ષા ટીમો અને ફાયર વિભાગને તૈનાત કરીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
High Alert in Delhi: મુખ્ય મુદ્દાઓ (Key Highlights):

- ઘટના: 14 ઓગસ્ટ 2026 ના રોજ સ્વતંત્રતા દિવસ પહેલા દિલ્હીમાં અનેક મહત્વપૂર્ણ સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી.
- પ્રભાવિત સ્થળો: દિલ્હી હાઈકોર્ટ, IGI એરપોર્ટ (ટર્મિનલ-3), જામનગર હાઉસ, ઝંડેવાલાન વિસ્તાર, સાકેત ડીએમ ઓફિસ અને દિલ્હી કેન્ટ એસડીએમ કાર્યાલય.
- તંત્રની કાર્યવાહી: બોમ્બ સ્કવોડ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તમામ સ્થળો પર સઘન ચેકિંગ અને તપાસ હાથ ધરવામાં આવી છે.
High Alert in Delhi: સુરક્ષા એજન્સીઓ દ્વારા કડક બંદોબસ્ત

પ્રારંભિક તપાસ દરમિયાન અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. 15 ઓગસ્ટની ઉજવણીને ધ્યાનમાં રાખીને દિલ્હીના મહત્વપૂર્ણ સરકારી સ્થળો, પરિવહન કેન્દ્રો અને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા તથા દેખરેખ વધુ કડક કરવામાં આવી છે
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: આવતીકાલથી ગેસના બાટલા માટે ચૂકવવા પડશે વધુ ભાવ: આજે રાતે 12 વાગ્યા સુધીમાં ઘરે બેઠાં જ પૂર્ણ કરો e-KYC પ્રોસેસ

