Heatwave Crisis: સમગ્ર ભારત અત્યારે ભીષણ ગરમીની લપેટમાં છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ગરમીએ વર્ષોના રેકોર્ડ તોડી નાખ્યા છે. ઉત્તર પ્રદેશનું બાંદા શહેર 47.6°C તાપમાન સાથે સોમવારે વિશ્વનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. ગરમીના વધતા પ્રકોપને જોતા કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને ઈમરજન્સી પગલાં લેવા આદેશ આપ્યા છે.

Heatwave Crisis: રેકોર્ડતોડ ગરમી: ક્યાં કેટલો પારો?
દેશના 6 મુખ્ય શહેરોમાં તાપમાન 46°C ને પાર કરી ગયું છે:
- બાંદા (UP): 47.6°C (વૈશ્વિક સ્તરે સૌથી ગરમ)
- જેસલમેર (રાજસ્થાન): 46.6°C (અત્યાર સુધીનો ઓલ-ટાઇમ રેકોર્ડ)
- ખજુરાહો (MP): 46°C (છેલ્લા 10 વર્ષનું સૌથી વધુ તાપમાન)
- મહારાષ્ટ્ર: વર્ધા (46.5°C), અમરાવતી (46.6°C) અને અકોલા (46.3°C) માં પણ અસહ્ય લૂ.

Heatwave Crisis: કેન્દ્ર સરકારની એડવાઈઝરી: ‘હીટ સ્ટ્રોક યુનિટ’ ખોલો
હીટવેવના કારણે વધી રહેલા મોતના જોખમને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કડક સૂચના આપી છે:
- ડેડિકેટેડ યુનિટ: દરેક હોસ્પિટલમાં સ્પેશિયલ ‘હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ યુનિટ’ શરૂ કરવા.
- દિલ્હીમાં વિશેષ સુવિધા: દિલ્હીની બસોમાં મુસાફરો માટે ઠંડુ પાણી અને બસ સ્ટોપ પર મફત ORS ના પેકેટની સુવિધા આપવામાં આવશે.
Heatwave Crisis: આગામી ૨ દિવસ કેવું રહેશે હવામાન?
૨૯ એપ્રિલ: હીટવેવ અને વરસાદ
- રેડ એલર્ટ: ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, દિલ્હી, પંજાબ અને મહારાષ્ટ્ર સહિતના ૧૨ રાજ્યોમાં ભીષણ હીટવેવની આગાહી.
- વરસાદ: આસામ અને મેઘાલયમાં અતિભારે વરસાદ, જ્યારે ઉત્તરાખંડમાં કરા સાથે તોફાનની શક્યતા.
૩૦ એપ્રિલ: વાતાવરણમાં પલટો
- છત્તીસગઢ અને ઝારખંડમાં વાવાઝોડું અને કરા પડી શકે છે.
- દિલ્હી, હરિયાણા અને પંજાબમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધૂળની ડમરીઓ ઉડવાની સંભાવના છે.
- યુપી અને બિહારમાં ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
સાવચેતીના પગલાં
- બપોરે ૧૨ થી ૪ વાગ્યા દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો.
- પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ શરબત અથવા છાશનું સેવન કરો.
- હળવા રંગના સુતરાઉ કપડાં પહેરો અને માથું ઢાંકીને રાખો.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
પાકિસ્તાન અંધકાર તરફ, હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા ઇંધણનો દુકાળ, માત્ર 5 દિવસનો જ ક્રૂડ સ્ટોક બાકી!




