HomeStock MarketMarket Update: શેરબજારમાં કડાકો, તેજી પર બ્રેક લાગતા સેન્સેક્સ 417 પોઈન્ટ ગબડ્યો,...

Market Update: શેરબજારમાં કડાકો, તેજી પર બ્રેક લાગતા સેન્સેક્સ 417 પોઈન્ટ ગબડ્યો, નિફ્ટી 24,000ની નીચે બંધ

Market Update: આજે 28 એપ્રિલના રોજ શેરબજારમાં દિવસના અંતે મોટો ઘટાડો જોવા મળ્યો છે. સવારે ગ્રીન ઝોનમાં રહેલું બજાર બંધ થતી વખતે લાલ નિશાનમાં આવી ગયું હતું, જેમાં બેંકિંગ અને આઈટી શેરોએ બજારને નીચે ખેંચવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

Market Update

Market Update: ક્લોઝિંગ માર્કેટની સ્થિતિ

કારોબારના અંતે બજારના આંકડા નીચે મુજબ રહ્યા:

  • સેન્સેક્સ: 417 પોઈન્ટ (0.54%) ઘટીને 76,887 પર બંધ થયો.
  • નિફ્ટી: 97 પોઈન્ટ (0.40%) ના ઘટાડા સાથે 23,996 ના સ્તરે બંધ થયો.

નોંધનીય છે કે ગઈકાલે બજારમાં 600 પોઈન્ટથી વધુનો ઉછાળો હતો, જેની સામે આજે નફો બુક કરવાની હોડ જામી હોય તેમ જણાય છે.

Market Update

Market Update: કયા શેરોમાં રહી વેચવાલી?

આજના ઘટાડા પાછળ મુખ્યત્વે ત્રણ સેક્ટર જવાબદાર રહ્યા છે, જેમાં રોકાણકારોએ ભારે વેચવાલી કરી હતી:

  1. બેંકિંગ
  2. ઓટો
  3. આઈટી (IT)

વૈશ્વિક બજારો અને ક્રૂડની અસર

વૈશ્વિક સ્તરે એશિયન બજારોમાં પણ નબળાઈ જોવા મળી હતી:

  • જાપાનનો નિકેઈ અને હોંગકોંગનો હેંગસેંગ અડધા ટકા જેટલા ઘટાડા સાથે બંધ રહ્યા.
  • બીજી તરફ, ક્રૂડ ઓઇલ હજુ પણ 109 ડોલર પ્રતિ બેરલની ઉપર છે. ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માં સપ્લાયની ચિંતા અને મજબૂત માંગને કારણે તેલના ભાવમાં તેજી છે, જેની નકારાત્મક અસર ભારતીય બજાર પર પડી હોવાનું મનાય છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

આભમાંથી વરસી રહી છે આગ, યુપીનું બાંદા વિશ્વમાં સૌથી ગરમ શહેર, પારો 47.6°C એ પહોંચ્યો!

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments