GSFC Corporate Social Responsibility: ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર ધરાવતા વડનગર શહેરને વિશ્વસ્તરીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે રાજ્ય સરકારના પ્રયાસોમાં હવે રાજ્યના જાહેર સાહસો (PSU) પણ સક્રિયપણે જોડાઈ રહ્યા છે. વડનગરના સર્વાંગી વિકાસ માટેની વિવિધ યોજનાઓને વેગ આપવા માટે GSFC (ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર કંપની) દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે, જેના અંતર્ગત જૂની ઓટો રિક્ષાઓને વડનગરની ઐતિહાસિક ઝાંખી કરાવતો આકર્ષક ‘ન્યુ લુક’ આપવા આવ્યો છે.
GSFC Corporate Social Responsibility: પ્રવાસીઓને આકર્ષવા અને સ્થાનિક રોજગારી વધારવા ખાસ પ્રોજેક્ટ
વડનગરમાં દર વર્ષે મોટી સંખ્યામાં દેશ-વિદેશથી પ્રવાસીઓ આવે છે. આ પ્રવાસીઓ સમક્ષ શહેરની ‘યુનિક આઈડેન્ટીટી’ ઊભી થાય અને તેઓ સરળતાથી ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ શકે તે હેતુથી આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. પ્રવાસન અને વાહનવ્યવહાર વિભાગના સક્રિય લૉજિસ્ટિક સપોર્ટથી આ પ્રોજેક્ટ કાર્યરત છે.
GSFC Corporate Social Responsibility: પ્રતિ રિક્ષા ૫૦ હજારથી વધુનો ખર્ચ; પ્રથમ તબક્કામાં ૨૧ રિક્ષાઓ તૈયાર

- આર્થિક સહાય અને રિટ્રોફિટમેન્ટ: GSFC દ્વારા પોતાના CSR ફંડમાંથી વડનગરની જૂની ઓટો રિક્ષાઓનું રિટ્રોફિટમેન્ટ પાછળ પ્રત્યેક રિક્ષા દીઠ ૫૦ હજાર રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.
- પ્રથમ તબક્કો: આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં ૨૧ રિક્ષાચાલકોએ પોતાની દાવેદારી નોંધાવી હતી, જેમના વાહનોનું નવનીકરણ સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.
- નવો લુક: આ રિક્ષાઓ વડનગરના સમૃદ્ધ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાની અનોખી ઝાંખી કરાવશે.
GSFC Corporate Social Responsibility: રિક્ષાચાલકો માટે નોંધણી પ્રક્રિયા ચાલુ

સરકાર અને રાજ્યના જાહેર સાહસાના આ સંયુક્ત પ્રયાસનો લાભ વધુમાં વધુ રિક્ષાચાલકો લઈ શકે તે માટે હજુ પણ નોંધણી પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે. જે રિક્ષાચાલકો પોતાની રિક્ષાને વડનગરના વારસાને દર્શાવતો ઐતિહાસિક લુક આપવા માંગતા હોય, તેઓ વડનગર એસ.ટી. ડેપો ખાતે GSFCના પ્રતિનિધિનો સંપર્ક કરીને આ યોજનાનો લાભ મેળવી શકે છે.
આ અનોખી પહેલથી વડનગર આવતા સહેલાણીઓને શહેરની સંસ્કૃતિનો અનોખું આકર્ષણ મળશે તેમજ સ્થાનિક રિક્ષાચાલકોની રોજરોટીમાં પણ મોટો વધારો થશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: માંજલપુરના નવનિર્વાચિત ધારાસભ્ય સતીષભાઈ પટેલે લીધા શપથ; વિધાનસભા અધ્યક્ષે લેવડાવ્યા પદ અને ગોપનીયતાના શપથ
