HomeBreaking NewsFire in Eicher Tempo Cabin in Surat: ઓલપાડના કીમામલી નજીક કુરિયરના ટેમ્પોમાં...

Fire in Eicher Tempo Cabin in Surat: ઓલપાડના કીમામલી નજીક કુરિયરના ટેમ્પોમાં ભીષણ આગ, ચાલક રસ્તો ભૂલતા સર્જાઈ ઘટના

Fire in Eicher Tempo Cabin in Surat: ઓલપાડ તાલુકાના કીમામલી ગામ નજીકથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક આઈસર ટેમ્પાના કેબિનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. સદનસીબે, કેબિનમાંથી ધુમાડો નીકળતો જોઈ ચાલક સમયસર બહાર નીકળી જતાં તેનો આબાદ બચાવ થયો હતો. જોકે, આગની આ ઘટના બાદ ટેમ્પો ચાલક રહસ્યમય રીતે સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

Fire in Eicher Tempo Cabin in Surat: ખોટા રસ્તે ચડી ગયો હતો ટેમ્પો

મળતી માહિતી મુજબ, આ ટેમ્પો ‘બ્લુ બર્ડ એક્સપ્રેસ’ નામની કુરિયર કંપનીનો હતો. ટેમ્પો ચાલક પોતાનો નિર્ધારિત રસ્તો ભૂલો પડી ગયો હતો, જેના કારણે તે ઓલપાડના કીમામલી ગામના ખેતરાડી વિસ્તાર તરફ આગળ વધી ગયો હતો. આ દરમિયાન કીમામલી ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક પહોંચતા જ અચાનક ટેમ્પાના કેબિન ભાગમાં આગ લાગી ગઈ હતી.

Fire in Eicher Tempo Cabin in Surat: શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન

Fire in Eicher Tempo Cabin in Surat

પ્રાથમિક અનુમાન મુજબ, ટેમ્પાના કેબિનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને ઘટનાસ્થળે લોકોના મોટા ટોળાં એકત્રિત થઈ ગયા હતા.

ફાયર ફાઈટરોએ આગ પર મેળવ્યો કાબુ

Fire in Eicher Tempo Cabin in Surat

ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ ટેમ્પામાં લાગેલી આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. ચાલક સુરક્ષિત હોવા છતાં, આગ ઓલવાયા બાદ તે ઘટનાસ્થળેથી કેમ ફરાર થઈ ગયો તે બાબત હાલ ચર્ચાનો વિષય બની છે. સ્થાનીક પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: સુરત ગ્રામ્ય પોલીસની મોટી એક્શન: ૧૦ દિવસની ખાસ ડ્રાઇવમાં રેપ, લૂંટ અને ચોરીના ૫૫ નાસતા-ફરતા આરોપીઓ જેલભેગા

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments