Home State Gujarat Tragedy In Ahmedabad: અમદાવાદમાં રહસ્યમય ઘટના, નવરંગપુરા પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટર...

Tragedy In Ahmedabad: અમદાવાદમાં રહસ્યમય ઘટના, નવરંગપુરા પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટર દૂર કારમાંથી યુવકની લાશ મળી, અંદરથી દારૂની બોટલ પણ જપ્ત

0
118
Tragedy In Ahmedabad
Tragedy In Ahmedabad

Tragedy In Ahmedabad: શહેરમાં ફરી એકવાર કારમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવવાનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના હાર્દ સમાન નવરંગપુરા વિસ્તારમાં સિટી ગોલ્ડ થિયેટરની પાછળ, મેટ્રો બ્રિજના પિલર નીચે પાર્ક કરેલી એક વાદળી રંગની કારમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ચોંકાવનારી વાત એ છે કે આ ઘટના નવરંગપુરા પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટરના અંતરે જ બની છે.

Tragedy In Ahmedabad

Tragedy In Ahmedabad: કારમાં પેટ્રોલ પૂરું થઈ ગયું હતું, દારૂની બોટલ પણ મળી

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક યુવક પાસેથી એક આઈડી કાર્ડ મળી આવ્યું છે, જેમાં તેનું નામ વિકાસ લખેલું છે અને તે નવરંગપુરા વિસ્તારનો જ રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ગાડીની તલાશી લેતા અંદરથી દારૂની એક બોટલ પણ મળી આવી છે.

એવી શંકા સેવાઈ રહી છે કે યુવક નશાની હાલતમાં હતો અને કારનું પેટ્રોલ પૂરું થઈ જતાં તેણે મેટ્રો પિલર નીચે જ ગાડી ઊભી રાખી દીધી હતી. ત્યારબાદ તે કારમાં જ સૂઈ ગયો હતો, જ્યાં ગૂંગળામણ અથવા અન્ય કોઈ કારણોસર તેનું મોત નીપજ્યું હોઈ શકે છે.

Tragedy In Ahmedabad

Tragedy In Ahmedabad: શરીર પર ઇજાના કોઈ નિશાન નહીં, FSLની મદદ લેવાઈ

ઘટનાની જાણ થતાં જ નવરંગપુરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં યુવકના શરીર પર ઈજાના કોઈ દેખીતા નિશાન મળી આવ્યા નથી. આ ઘટના હત્યા છે કે કુદરતી મોત, તે રહસ્ય ઉકેલવા માટે પોલીસે FSL (Forensic Science Laboratory) ની ટીમને પણ સ્થળ પર બોલાવીને ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

PM રિપોર્ટ બાદ જ સત્ય બહાર આવશે: પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે હોસ્પિટલ ખસેડ્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમનો વિગતવાર રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ અને સાચું કારણ જાણી શકાશે.

Tragedy In Ahmedabad: અગાઉ પણ આવા કિસ્સા બની ચૂક્યા છે

અમદાવાદમાં કારની અંદર જ મોત થયું હોય તેવી આ કોઈ પહેલી ઘટના નથી. આ અગાઉ પણ સરખેજ અને સોલા વિસ્તારમાંથી આ જ પ્રકારે બંધ ગાડીઓમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવવાના કિસ્સા પ્રકાશમાં આવી ચૂક્યા છે, જે બંધ કારમાં એસી (AC) ચાલુ રાખીને સૂઈ જવાથી થતા કાર્બન મોનોક્સાઈડના ઝેર તરફ પણ ઈશારો કરે છે. હાલમાં નવરંગપુરા પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ઓલપાડના કીમામલી નજીક કુરિયરના ટેમ્પોમાં ભીષણ આગ, ચાલક રસ્તો ભૂલતા સર્જાઈ ઘટના

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે