HomeAhmedabadEasing Commuter Rush: અમદાવાદ ગીતામંદિર બસપોર્ટનું અત્યાધુનિક ટર્મિનલ-2 તૈયાર: એરપોર્ટ જેવી સુવિધાઓ...

Easing Commuter Rush: અમદાવાદ ગીતામંદિર બસપોર્ટનું અત્યાધુનિક ટર્મિનલ-2 તૈયાર: એરપોર્ટ જેવી સુવિધાઓ સાથે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતની બસો અહીંથી દોડશે

Easing Commuter Rush: અમદાવાદના ગીતામંદિર બસપોર્ટ પર મુસાફરોની સુવિધા માટે એરપોર્ટ જેવી આધુનિક સુવિધાઓ ધરાવતું નવું ટર્મિનલ-2 બનીને સંપૂર્ણપણે તૈયાર થઈ ગયું છે. આ નવા ટર્મિનલનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવશે. આગામી ૧૩ ઓગસ્ટથી આ નવું ટર્મિનલ વિધિવત રીતે કાર્યરત થઈ જશે, જ્યાંથી દરરોજ કુલ ૧૦૯૧ બસોનું સંચાલન થશે.

Easing Commuter Rush: મુસાફરો માટે ખાસ સુવિધાઓ અને રાહત

Easing Commuter Rush
Easing Commuter Rush
  • ગીતામંદિર બસપોર્ટ પર થતી ભારે ભીડને નિયંત્રિત કરવા અને મુસાફરો આરામદાયક મુસાફરી કરી શકે તે માટે આ ટર્મિનલ ખાસ તૈયાર કરવામાં આવ્યું છે.
  • અહીં મુસાફરોની સુવિધા અને આરામ માટે તમામ જરૂરી બાબતોનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે.
Easing Commuter Rush

કઈ બસો કયા ટર્મિનલ પરથી મળશે?

Easing Commuter Rush

નવા ટર્મિનલના શરૂ થવાથી બસોના સંચાલનમાં વ્યવસ્થા જળવાઈ રહેશે:

Easing Commuter Rush
  • ટર્મિનલ-૨: અહીંથી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓ તરફ જતી બસો ઉપડશે.
  • ટર્મિનલ-૧: જ્યારે દક્ષિણ ગુજરાત તરફ જવા માટે મુસાફરોએ ટર્મિનલ-૧ પરથી બસો પકડવાની રહેશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: બનાસકાંઠામાં મેઘરાજાનું પુનરાગમન: પાલનપુર સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments