Home Desh Cyber Fraud Alert: સાવધાન! વોટ્સએપ પર આવતી લગ્નની કંકોત્રી ખાલી કરી શકે...

Cyber Fraud Alert: સાવધાન! વોટ્સએપ પર આવતી લગ્નની કંકોત્રી ખાલી કરી શકે છે તમારું બેંક એકાઉન્ટ: APK ફાઇલ દ્વારા મોબાઈલ હેક કરવાનો નવો ટ્રેન્ડ

0
338
Cyber Fraud Alert
Cyber Fraud Alert

Cyber Fraud Alert: લગ્નની મોસમમાં હવે સાયબર ઠગોએ લોકોની લાગણી અને ઉત્સાહનો ફાયદો ઉઠાવવાનું શરૂ કર્યું છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં છેતરપિંડીનો એક એવો નવો કિસ્સો સામે આવ્યો છે જેમાં માત્ર એક ‘ડિજિટલ વેડિંગ કાર્ડ’ પર ક્લિક કરતા જ લોકોના મોબાઈલ હેક થઈ રહ્યા છે. છેલ્લા બે દિવસમાં એક ડઝનથી વધુ લોકો આ ઠગાઈનો શિકાર બન્યા છે અને અનેકના બેંક ખાતામાંથી નાણાં સાફ થઈ ગયા છે.

Cyber Fraud Alert: કેવી રીતે થાય છે આ ઠગાઈ?

Cyber Fraud Alert

સાયબર ગુનેગારો વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી લગ્નનું આમંત્રણ (Digital Wedding Invitation) મોકલે છે. આ આમંત્રણ કોઈ ફોટો કે પીડીએફ (PDF) ફાઇલ સ્વરૂપે નહીં, પરંતુ APK ફાઇલ (દા.ત. Wedding_Card.apk) તરીકે હોય છે. જેવું કોઈ વ્યક્તિ આ ફાઇલ પર ક્લિક કરે છે, કે તરત જ તેના મોબાઈલમાં એક મેલવેર (વાયરસ) ઇન્સ્ટોલ થઈ જાય છે. આ વાયરસ મોબાઈલનો સંપૂર્ણ કંટ્રોલ હેકર્સને આપી દે છે, જેનાથી તેઓ તમારા મેસેજ, ઓટીપી (OTP) અને બેંકિંગ વિગતો ચોરી લે છે.

Cyber Fraud Alert: મોટા નેતાઓ અને પ્રોફેશનલ પણ બન્યા શિકાર

ઇન્દોરમાં એક મોટા નેતાનો ફોન પણ આ રીતે હેક થયો હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત, એક પ્રોફેશનલ ફોટોગ્રાફરે જેવું કાર્ડ પર ક્લિક કર્યું, તેમનો ફોન તરત જ હેક થઈ ગયો હતો. પીડિતના જણાવ્યા મુજબ, ફોન રીકવર કરવામાં ત્રણ દિવસનો સમય લાગ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, અગાઉ પણ મેચની ટિકિટના નામે આવી જ રીતે ૧૫ લાખથી વધુની છેતરપિંડી થઈ ચૂકી છે.

Cyber Fraud Alert: ક્રાઈમ બ્રાન્ચની એડવાઈઝરી: આટલું ખાસ ધ્યાન રાખજો

Cyber Fraud Alert

એડિશનલ ડીસીપી રાજેશ દંડોતિયાએ લોકોને સતર્ક રહેવા અપીલ કરતા નીચે મુજબની સાવચેતી રાખવા જણાવ્યું છે:

  • APK ફાઇલથી બચો: જો કોઈ ફાઇલના અંતમાં .apk લખેલું હોય, તો તેને ભૂલથી પણ ડાઉનલોડ કે ઓપન કરશો નહીં.
  • અજાણ્યા લિંક્સ: વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી આવતી કોઈ પણ શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરો.
  • ચકાસણી કરો: જો કોઈ ઓળખીતાના નંબર પરથી પણ આવી ફાઇલ આવે, તો પહેલા તેમને ફોન કરીને ખાતરી કરો કે તેમણે ખરેખર કંઈ મોકલ્યું છે કે નહીં. ઘણીવાર હેક થયેલા મોબાઈલમાંથી આપોઆપ અન્ય લોકોને આવા મેસેજ જતા હોય છે.

સાયબર નિષ્ણાતોના મતે, હંમેશા ઓફિશિયલ એપ સ્ટોર પરથી જ એપ્લિકેશન ડાઉનલોડ કરવી જોઈએ અને મોબાઈલમાં અજાણી ફાઇલ્સ ઇન્સ્ટોલ કરવાની પરમિશન આપવી જોઈએ નહીં.

આ પણ વાંચો :આસામના CMના કોંગ્રેસ સાંસદ પર ગંભીર આરોપ: ‘ગૌરવ ગોગોઈ પાકિસ્તાની એજન્ટ, પત્નીએ ગુપ્ત માહિતી લીક કરી’,

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે