Home Desh Mohan Bhagwat:RSS પ્રમુખ મોહન ભાગવતની મોટી જાહેરાત: ‘સંઘ કહે તો પદ છોડવા...

Mohan Bhagwat:RSS પ્રમુખ મોહન ભાગવતની મોટી જાહેરાત: ‘સંઘ કહે તો પદ છોડવા તૈયાર’, સાવરકરને ભારત રત્ન આપવાની પણ કરી માંગ

0
305
Mohan Bhagwat
Mohan Bhagwat

Mohan Bhagwat: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક મોહન ભાગવતે રવિવારે મુંબઈમાં આયોજિત સંઘના શતાબ્દી વર્ષ કાર્યક્રમમાં અનેક મહત્વના મુદ્દાઓ પર મૌન તોડ્યું છે. 75 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા ભાગવતે સ્પષ્ટ કર્યું છે કે જો સંઘ તેમને પદ છોડવા માટે કહેશે, તો તેઓ તરત જ રાજીનામું આપી દેશે.

Mohan Bhagwat:જાતિવાદને સ્થાન નથી: કોઈ પણ હિંદુ બની શકે પ્રમુખ

Mohan Bhagwat

મોહન ભાગવતે સંઘના સર્વોચ્ચ પદ ‘સરસંઘચાલક’ વિશે વાત કરતા જણાવ્યું કે, આ પદ મેળવવા માટે ક્ષત્રિય કે બ્રાહ્મણ હોવું કોઈ યોગ્યતા નથી. તેમણે કહ્યું, “જે હિંદુ સંગઠન માટે સમર્પિત છે, તે કોઈ પણ જ્ઞાતિનો હોય, તે સરસંઘચાલક બની શકે છે.” સંઘના ઇતિહાસમાં અત્યાર સુધી કોઈને પણ જબરદસ્તી નિવૃત્ત કરવા પડ્યા નથી, સ્વયંસેવકો પોતાની મરજી અને સંઘની જરૂરિયાત મુજબ કામ કરે છે.

Mohan Bhagwat:વીર સાવરકર અને ભારત રત્ન

સાવરકર વિશે મોટું નિવેદન આપતા ભાગવતે કહ્યું કે, “વીર સાવરકરને જો ‘ભારત રત્ન’ આપવામાં આવે તો તેનાથી પુરસ્કારની ગરિમા અને માન વધશે.” તેમણે સાવરકરના યોગદાનને દેશ માટે અનન્ય ગણાવ્યું હતું.

Mohan Bhagwat:મોહન ભાગવતના સંબોધનની મુખ્ય વાતો:

Mohan Bhagwat
  • UCC (સમાન નાગરિક સંહિતા): યુસીસી લાગુ કરતી વખતે બધાને વિશ્વાસમાં લેવા જોઈએ જેથી સમાજમાં કોઈ પણ પ્રકારના મતભેદ ઉભા ન થાય.
  • ઘૂસણખોરીનો મુદ્દો: સરકારે ઘૂસણખોરોને ઓળખીને તેમને હકાલપટ્ટી કરવાની પ્રક્રિયા તેજ કરવી જોઈએ. આ કામ હવે ધીમે-ધીમે શરૂ થયું છે.
  • ભાષાવાદ: સંઘની કાર્યપ્રણાલીમાં અંગ્રેજી ક્યારેય મુખ્ય ભાષા બનશે નહીં. અંગ્રેજી શીખવી જરૂરી છે, પણ માતૃભાષાને ભૂલીને નહીં.
  • પ્રચારનો અહંકાર: સંઘે જરૂરિયાત કરતા વધુ પ્રચારથી બચવું જોઈએ. પ્રચાર વરસાદ જેવો હોવો જોઈએ – યોગ્ય સમયે અને મર્યાદિત માત્રામાં.

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર આશા

તાજેતરમાં થયેલી ભારત-અમેરિકા ટ્રેડ ડીલ વિશે પણ તેમણે ટિપ્પણી કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી કે આ કરાર દેશના હિતોને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવ્યો હશે અને તેનાથી ભારતને કોઈ નુકસાન થશે નહીં.

તેમણે ફરી એકવાર ભારપૂર્વક કહ્યું કે સંઘ કોઈના વિરુદ્ધ નથી અને તેને સત્તાની કોઈ લાલસા નથી. સંઘનું મુખ્ય કામ સમાજમાં સંસ્કારોનું સિંચન કરવાનું છે.

આ પણ વાંચો :આસામના CMના કોંગ્રેસ સાંસદ પર ગંભીર આરોપ: ‘ગૌરવ ગોગોઈ પાકિસ્તાની એજન્ટ, પત્નીએ ગુપ્ત માહિતી લીક કરી’,

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે