Home Desh Assam CM Alleges :આસામના CMના કોંગ્રેસ સાંસદ પર ગંભીર આરોપ: ‘ગૌરવ ગોગોઈ...

Assam CM Alleges :આસામના CMના કોંગ્રેસ સાંસદ પર ગંભીર આરોપ: ‘ગૌરવ ગોગોઈ પાકિસ્તાની એજન્ટ, પત્નીએ ગુપ્ત માહિતી લીક કરી’,

0
268
Assam CM
Assam CM

Assam CM Alleges : આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ ગૌરવ ગોગોઈ અને તેમની પત્ની એલિઝાબેથ વિરુદ્ધ ગંભીર અને ચોંકાવનારા આરોપો લગાવીને દેશના રાજકારણમાં સનસનાટી મચાવી દીધી છે. CM હિમંતાએ દાવો કર્યો છે કે ગૌરવ ગોગોઈ પાકિસ્તાન દ્વારા પ્લાન્ટ કરવામાં આવેલા એજન્ટ છે અને તેમની પત્નીએ ભારતની સંવેદનશીલ માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડી છે.

Assam CM Alleges :પત્ની એલિઝાબેથ પર ‘ડેટા લીક’નો આરોપ

Assam CM Alleges

હિમંતા બિસ્વા સરમાના જણાવ્યા અનુસાર, ગૌરવ ગોગોઈની પત્ની એલિઝાબેથ ૯ વખત પાકિસ્તાન ગઈ હતી.

  • ISI કનેક્શન: હિમંતાનો આરોપ છે કે એલિઝાબેથ પાકિસ્તાની એજન્ટ અલી તૌકીર શેખના સંપર્કમાં હતી અને તેની જ સૂચનાથી ભારતની ક્લાઇમેટ એક્શન અને અન્ય ગુપ્ત માહિતીઓ એકઠી કરીને પાકિસ્તાન મોકલતી હતી.
  • બેંક ખાતાની વિગત છુપાવી: CMએ દાવો કર્યો કે ગૌરવ ગોગોઈએ પોતાના ચૂંટણી સોગંદનામામાં પત્નીના પાકિસ્તાની બેંક ખાતા વિશે કોઈ ઉલ્લેખ કર્યો નથી.
  • અટારી બોર્ડરનો ઉપયોગ: એલિઝાબેથ ક્યારેય ફ્લાઇટથી નહીં, પરંતુ હંમેશા અટારી બોર્ડરથી જ પાકિસ્તાન જતી હતી.

Assam CM Alleges :ગૌરવ ગોગોઈની ‘ગુપ્ત’ પાકિસ્તાન યાત્રા

મુખ્યમંત્રીએ ગૌરવ ગોગોઈ પર પણ નિશાન સાધતા કહ્યું કે, ૨૦૧૩માં ગૌરવ ગુપ્ત રીતે પાકિસ્તાન ગયા હતા. વિઝા માત્ર લાહોર માટે હતો છતાં તેઓ કરાચી અને ઇસ્લામાબાદ પહોંચ્યા હતા. ત્યાંના ૧૦ દિવસના રોકાણ દરમિયાન તેઓ ડિજિટલી ‘સાયલન્ટ’ હતા, જે કોઈ ચોક્કસ તાલીમ તરફ ઈશારો કરે છે. પાકિસ્તાનથી આવ્યા બાદ જ ગોગોઈએ સંસદમાં પરમાણુ પ્લાન્ટ અને સંરક્ષણ સાધનો પર પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું હતું.

Assam CM Alleges

Assam CM Alleges :કેન્દ્રીય એજન્સી (MHA) દ્વારા તપાસની તૈયારી

CM હિમંતાએ જાહેરાત કરી છે કે આ કેસની તપાસ હવે આસામ SITને બદલે કેન્દ્રીય એજન્સીને સોંપવામાં આવશે. તેમણે કહ્યું કે, “આ મામલો ઇન્ટરપોલ અને આંતરરાષ્ટ્રીય સ્તરની તપાસ સાથે જોડાયેલો હોવાથી ગૃહ મંત્રાલયની તપાસ અનિવાર્ય છે.”

ગોગોઈનો વળતો પ્રહાર: “હું RAW એજન્ટ છું”

આ આરોપો સામે ગૌરવ ગોગોઈએ પણ આક્રમક તેવર બતાવ્યા છે. તેમણે વળતો પ્રહાર કરતા કહ્યું કે, “જો મારી પત્ની ISI એજન્ટ હોય, તો હું RAW એજન્ટ છું. મુખ્યમંત્રી પોતાના ભ્રષ્ટાચારના કેસો પરથી ધ્યાન ભટકાવવા માટે આવા પાયાવિહોણા આરોપો લગાવી રહ્યા છે.”

આ પણ વાંચો : ભારત-મલેશિયા સંબંધોમાં નવો અધ્યાય: સેમિકન્ડક્ટર અને AI સહિત 6 મોટા કરારો પર મહોર, આતંકવાદ મુદ્દે PM મોદીની કડક ચેતવણી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે