HomeBreaking NewsIcc : ભારત–પાકિસ્તાન ટી-20 ને લઈને મોટી અપડેટ ! આઇસીસી આ શરત...

Icc : ભારત–પાકિસ્તાન ટી-20 ને લઈને મોટી અપડેટ ! આઇસીસી આ શરત માને તો થઈ શકે છે ભારત-પાક મેચ

Icc : ટી-20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી હાઈ-વોલ્ટેજ મેચને લઈને ચાલી રહેલી અનિશ્ચિતતામાં હવે નવો વળાંક આવ્યો છે. અત્યાર સુધી મેચના બહિષ્કારની ખુલ્લી ધમકી આપનાર પાકિસ્તાને હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) સામે શરતો મૂકીને સોદાબાજીની રણનીતિ અપનાવી છે. આ બદલાયેલા વલણને કારણે ક્રિકેટ જગતમાં ફરી આશા જાગી છે કે 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત અને પાકિસ્તાન આમને-સામને આવી શકે છે.

Screenshot 2026 02 09 095810 1

રવિવારે રાત્રે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં એક મહત્વપૂર્ણ અને હાઈ-વોલ્ટેજ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ICCના ઉપાધ્યક્ષ ઈમરાન ખ્વાજા, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચીફ મોહસિન નકવી અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના અધ્યક્ષ અમીનુલ ઈસ્લામ બુલબુલ હાજર રહ્યા હતા. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત-પાકિસ્તાન મેચને લઈને સર્જાયેલી મડાગાંઠ દૂર કરવાનો હતો. જોકે, બેઠક બાદ કોઈ અંતિમ નિર્ણય જાહેર થયો નહોતો.

Icc : પાકિસ્તાને મૂકી ત્રણ શરતો

HANHUVJakAA1nik 1

મીટિંગ દરમિયાન પાકિસ્તાને પોતાનો કડક અભિગમ નરમ પાડીને ICC સમક્ષ ત્રણ મુખ્ય શરતો રજૂ કરી હોવાનું જાણવા મળે છે. પ્રથમ શરત હેઠળ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને વર્લ્ડ કપ દરમિયાન થયેલા આર્થિક નુકસાનનું યોગ્ય વળતર અપાવવાની માંગ રાખવામાં આવી છે. બીજી શરત તરીકે ટુર્નામેન્ટમાં ભાગ લેવા બદલ મળતી પાર્ટિસિપેશન ફીમાં વધારો અથવા વિશેષ ભથ્થું આપવા પર ભાર મૂકાયો છે. ત્રીજી અને સૌથી મહત્વપૂર્ણ શરતમાં પાકિસ્તાને ભવિષ્યમાં યોજાનારી ICC ટ્રોફી કે અન્ય મોટા ક્રિકેટ ઈવેન્ટ્સની યજમાનીના અધિકારોની ખાતરી માંગેલી છે.

થોડા દિવસો અગાઉ જ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે ભારત સામે વર્લ્ડ કપમાં ન રમવાની જાહેરાત કરી હતી, જેના કારણે મેચ રદ થવાની શક્યતા મજબૂત બની હતી. પરંતુ ક્રિકેટ નિષ્ણાતોનું માનવું હતું કે આર્થિક સંકટમાં ફસાયેલું પાકિસ્તાન ભારત સામેની મેચથી થતા કરોડો રૂપિયાનું નુકસાન સહન કરી શકશે નહીં. હવે પાકિસ્તાન દ્વારા દર્શાવવામાં આવેલી ‘શરતી સહમતી’ આ જ હકીકત તરફ ઈશારો કરે છે.

 Icc : કેવું રહ્યું છે ભારત- પાકનું અત્યાર સુધીનું પલડું

HApPiG4aIAAlnzG 1 1

વર્લ્ડ કપમાં અત્યાર સુધીના પ્રદર્શનની વાત કરીએ તો પાકિસ્તાનને નેધરલેન્ડ્સ સામે જીત માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો, જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતને પણ અમેરિકા સામે સહેલાઈથી જીત મળી નહોતી. આવી સ્થિતિમાં ભારત-પાકિસ્તાનની મેચ માત્ર રાજકીય જ નહીં, પરંતુ ક્રિકેટિંગ દૃષ્ટિએ પણ અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે.

હવે તમામની નજર ICCના આગામી નિર્ણય પર ટકી છે, જે આ મહામુકાબલાનું ભવિષ્ય નક્કી કરશે.

વધારે સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Table of Contents

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments