Home Desh Chhindwara Tragedy: મધ્યપ્રદેશમાં કાળમુખો અકસ્માત: CMના કાર્યક્રમમાંથી પરત ફરતી બસ પલટી, 9...

Chhindwara Tragedy: મધ્યપ્રદેશમાં કાળમુખો અકસ્માત: CMના કાર્યક્રમમાંથી પરત ફરતી બસ પલટી, 9 મોત, 30થી વધુ ઘાયલ; એક મુસાફરનો હાથ કપાઈને અલગ

0
472
Chhindwara Tragedy
Chhindwara Tragedy

Chhindwara Tragedy: મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં ગુરુવારે સાંજે એક અત્યંત ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવના કાર્યક્રમમાંથી પરત ફરી રહેલી એક બસ અને ટ્રક વચ્ચે થયેલી જોરદાર ટક્કર બાદ બસ પલટી ગઈ હતી. આ હૃદયદ્રાવક દુર્ઘટનામાં બસ અને ટ્રકના ડ્રાઈવર સહિત કુલ 9 લોકોના મોત થયા છે, જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે.

Chhindwara Tragedy

Chhindwara Tragedy: સાંજે 6:30 વાગ્યે સર્જાયો મોતનો તાંડવ

પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત છિંદવાડા જિલ્લાના ઉમરાનાલા વિસ્તારમાં સાંજે લગભગ 6:30 વાગ્યે થયો હતો. બસમાં 41 મુસાફરો સવાર હતા અને તે છિંદવાડાથી ઉમરાનાલા તરફ જઈ રહી હતી. પુરપાટ ઝડપે આવી રહેલી ટ્રક સાથે અથડાયા બાદ બસ રસ્તા પર પલટી ગઈ હતી, જેના કારણે ચીસાચીસ મચી ગઈ હતી.

Chhindwara Tragedy

Chhindwara Tragedy: CMના ‘હિતગ્રાહી સંમેલન’માંથી પરત ફરી રહી હતી બસ

અકસ્માતનો ભોગ બનેલી બસ સૌંસરમાં આયોજિત ‘હિતગ્રાહી સંમેલન’માંથી પરત ફરી રહી હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ પણ સામેલ થયા હતા. મુખ્યમંત્રી ડૉ. યાદવ હનુમાન લોકના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરવા માટે સૌંસરના જામ સાંવલી પહોંચ્યા હતા.

Chhindwara Tragedy

Chhindwara Tragedy: ભયાનક દ્રશ્યો: એકનો હાથ કપાયો, અનેકને માથામાં ઈજા

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, અકસ્માત એટલો વિકરાળ હતો કે એક મુસાફરનો હાથ કપાઈને શરીરથી અલગ થઈ ગયો હતો. અનેક મુસાફરોના માથા ફાટી ગયા હતા અને તેઓ લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યા હતા. ઘટનાસ્થળે ડોક્ટરોની ટીમ અને પોલીસ કાફલો તાત્કાલિક પહોંચી ગયો હતો અને રાહત-બચાવ કામગીરી શરૂ કરી હતી.

Chhindwara Tragedy

ઘાયલોને જિલ્લા હોસ્પિટલ રિફર કરાયા, કલેક્ટર પહોંચ્યા

તમામ 30થી વધુ ઘાયલોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે છિંદવાડા જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતા જ છિંદવાડા કલેક્ટર હરેન્દ્ર નારાયણ જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોની સ્થિતિ જાણી અધિકારીઓ તથા હોસ્પિટલ સ્ટાફને જરૂરી સૂચનાઓ આપી હતી.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

બીજા તબક્કામાં 13 એપ્રિલથી રોમાંચ જામશે, 50 મેચ રમાશે; ફાઈનલ 31 મેના રોજ બેંગલુરુમાં

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે