Home Desh Ayodhya Ram Navami:અયોધ્યામાં ભવ્ય રામોત્સવ: રામલલ્લાને 4 મિનિટ સુધી થશે ‘સૂર્ય તિલક’,...

Ayodhya Ram Navami:અયોધ્યામાં ભવ્ય રામોત્સવ: રામલલ્લાને 4 મિનિટ સુધી થશે ‘સૂર્ય તિલક’, જાણો શું છે આજની વિશેષ તૈયારીઓ

0
393
Ayodhya Ram
Ayodhya Ram

Ayodhya Ram Navami:પ્રભુ શ્રીરામની નગરી અયોધ્યા આજે રામનવમીના અવસરે ભક્તિના રંગે રંગાઈ છે. અયોધ્યાના રામ મંદિરમાં આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો જન્મોત્સવ અત્યંત ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ અવસરે સૌથી મોટું આકર્ષણ સૂર્ય તિલક’ રહેશે, જે વિજ્ઞાન અને અધ્યાત્મનો અદભૂત સંગમ રજૂ કરશે.

Ayodhya Ram Navami:સૂર્ય તિલક: 4 મિનિટ સુધી ઝળહળશે રામલલ્લાનું લલાટ

Ayodhya Ram Navami

આજે બપોરે બરાબર 12 વાગ્યે રામલલ્લાનો સૂર્ય તિલક કરવામાં આવશે. બેંગલુરુના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલી વિશેષ મિકેનિઝમ દ્વારા સૂર્યના કિરણો પરાવર્તિત થઈને સીધા ભગવાનના લલાટ પર પડશે. આ મનોહર દ્રશ્ય 4 મિનિટ સુધી જોઈ શકાશે. આ પ્રક્રિયાના સફળ પરીક્ષણ બાદ હવે લાખો ભક્તો આ ક્ષણના સાક્ષી બનવા આતુર છે.

Ayodhya Ram Navami:દર્શનના સમયમાં 3 કલાકનો વધારો

Ayodhya Ram Navami

શ્રદ્ધાળુઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને રામલલ્લાના દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે:

  • નવો સમય: સવારે 5:00 થી રાત્રે 11:00 વાગ્યા સુધી.
  • ભક્તોની સંખ્યા: આજે અંદાજે 10 લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતા છે (સામાન્ય દિવસોમાં આ સંખ્યા 70 હજાર હોય છે).
  • વીઆઈપી એન્ટ્રી: સૂર્ય તિલકના અડધો કલાક પહેલા અને પછી વીઆઈપી પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.

Ayodhya Ram Navami:વિશેષ શણગાર અને 56 ભોગ

  • કેસરી લુક: સવારે રામલલ્લાની મંગલા આરતી કરવામાં આવી હતી અને ભગવાનને અત્યંત સુંદર પીતાંબર વસ્ત્રો ધારણ કરાવવામાં આવ્યા છે.
  • પુષ્પવર્ષા: સમગ્ર ગર્ભગૃહને દેશ-વિદેશના સુગંધિત ફૂલોથી શણગારવામાં આવ્યું છે.
  • મહાભોગ: જન્મોત્સવ બાદ પ્રભુને 56 પ્રકારના વ્યંજન ધરાવવામાં આવશે. જેમાં 10 ક્વિન્ટલ જેટલી ધાણા-પંજીરી અને ફળાહાર તૈયાર કરવામાં આવ્યો છે, જે ભક્તોને પ્રસાદ રૂપે વહેંચાશે.

ડિજિટલ પ્રસારણ અને સુરક્ષા

ભક્તો ઘરે બેઠા પણ આ ભવ્ય જન્મોત્સવ નિહાળી શકે તે માટે મંદિરમાં 6 હાઈ-ટેક કેમેરા લગાવવામાં આવ્યા છે, જેના દ્વારા સીધું પ્રસારણ કરવામાં આવશે. ગર્ભગૃહમાં જન્મ સમયે 14 વિશેષ પૂજારીઓ હાજર રહેશે. આ ઉપરાંત, ભક્તોની સુવિધા માટે મંદિરના રસ્તાઓ પર રેડ કાર્પેટ બિછાવવામાં આવી છે.

અયોધ્યાના માત્ર રામ મંદિર જ નહીં, પરંતુ અન્ય 10 હજાર મંદિરોમાં પણ આજે જન્મોત્સવની ગુંજ સંભળાઈ રહી છે.

આ પણ વાંચો :મધ્યપ્રદેશમાં કાળમુખો અકસ્માત: CMના કાર્યક્રમમાંથી પરત ફરતી બસ પલટી, 9 મોત, 30થી વધુ ઘાયલ; એક મુસાફરનો હાથ કપાઈને અલગ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે