Singing Through Surgery: બોલિવૂડના પ્રખ્યાત સિંગર સોનુ નિગમે પોતાના અવાજ અને અંદાજથી ફરી એકવાર ફેન્સના દિલ જીતી લીધા છે. સોનુ નિગમે હાલમાં જ સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો શેર કર્યો છે, જેને જોઈને ચાહકો પહેલા તો ચિંતામાં મૂકાયા, પરંતુ બાદમાં સિંગરની દરિયાદિલી અને સંગીત પ્રત્યેનો પ્રેમ જોઈને અભિભૂત થઈ ગયા.

Singing Through Surgery: સર્જરી ટેબલ પર લાઈવ પરફોર્મન્સ
સોનુ નિગમે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી હોસ્પિટલનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેઓ ઓપરેશન થિયેટર (સર્જરી ટેબલ) પર સૂતેલા નજરે પડે છે અને ડોક્ટરો તેમની સર્જરી કરી રહ્યા છે.
આવા ગંભીર અને દર્દનાક માહોલમાં પણ સોનુ નિગમે બેભાન થવાને બદલે મોહમ્મદ રફી સાહેબનું એક સુંદર ગીત ગાયું હતું. તેમણે વર્ષ 1949માં રિલીઝ થયેલી ફિલ્મ ‘દુલારી’ નું પ્રખ્યાત ગીત ‘સુહાની રાત ઢલ ચૂકી, ના જાને તુમ કબાઓગે’ ગાયું હતું. આ ગીતમાં મૂળ અભિનેત્રી મધુબાલા મુખ્ય ભૂમિકામાં હતી અને તેને મોહમ્મદ રફીએ પોતાનો જાદુઈ અવાજ આપ્યો હતો.

Singing Through Surgery: ડોક્ટરો માટે ખાસ પરફોર્મન્સ
વીડિયોની સાથે કેપ્શનમાં સોનુ નિગમે લખ્યું,
“મારી સર્જરી દરમિયાન ડોક્ટર નિલેશ સતભાઈ અને તેમની ટીમ માટે આપેલું પરફોર્મન્સ. દર્દ વચ્ચે ગાવું… સંગીતનો આનંદ!”
Singing Through Surgery: ફેન્સની સુંદર પ્રતિક્રિયાઓ
સોનુ નિગમનો આ અંદાજ જોઈને ફેન્સ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે:
- એક યુઝરે લખ્યું: “ઓપરેશન વચ્ચે આવો મધુર અવાજ હોવો ખૂબ જ જરૂરી છે.”
- બીજા યુઝરે કહ્યું: “આ ડોક્ટરો ખૂબ જ નસીબદાર છે, જેને સર્જરી દરમિયાન લાઈવ સોનુ નિગમનો અવાજ સાંભળવા મળ્યો.”
- આ સિવાય ફેન્સે સોનુ નિગમની તબિયત અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તેઓ વહેલી તકે સંપૂર્ણ સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી છે.
તાજેતરમાં રિલીઝ થયું નવું ગીત ‘ચુન્ની’
ઉલ્લેખનીય છે કે, સ્વાસ્થ્ય સંબંધિત આ ચર્ચાની સાથે-સાથે સોનુ નિગમનું તાજેતરમાં જ આવેલું નવું ગીત પણ ખૂબ ચર્ચામાં છે. તેમનું નવું હિન્દી-હરિયાણવી ફ્યુઝન સોંગ ‘ચુન્ની’ યુટ્યુબ પર ધૂમ મચાવી રહ્યું છે અને દર્શકો દ્વારા તેને ખૂબ પ્રેમ મળી રહ્યો છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
રાજકોટમાં મોંઘવારીનો માર: સીએનજી-સ્પેરપાર્ટના ભાવ વધતા રિક્ષા ભાડા વધારવા રિક્ષાચાલકોની માંગ, રેપિhttps://vrlivegujarat.com/fair-pricing-demand/ડો સામે પણ રોષ