HomeVadodaraVadodara Shocker: સોમા તળાવ રોડ પર આદિવાસી યાત્રા દરમિયાન યુવકો વચ્ચે જૂથ...

Vadodara Shocker: સોમા તળાવ રોડ પર આદિવાસી યાત્રા દરમિયાન યુવકો વચ્ચે જૂથ અથડામણ અને મારામારી, વીડિયો વાયરલ

Vadodara Shocker: વડોદરા શહેરમાંથી પસાર થઈ રહેલી એક આદિવાસી યાત્રા દરમિયાન સોમા તળાવ રોડ પર અચાનક જ અફરાતફરી મચી ગઈ હતી. યાત્રામાં સામેલ કેટલાક યુવકો વચ્ચે કોઈક બાબતે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને જાહેરમાં છૂટ્ટા હાથની મારામારીની ઘટના સામે આવી છે.

Vadodara Shocker

Vadodara Shocker: જાહેરમાં ચાલી લાતો અને મુક્કાબાજી

Vadodara Shocker

પ્રાપ્ત માહિતી અનુસાર, સોમા તળાવ રોડ વિસ્તારમાંથી આદિવાસી યાત્રા પસાર થઈ રહી હતી તે દરમિયાન અચાનક કેટલાક યુવકો સામસામે આવી ગયા હતા. સામાન્ય બોલાચાલી બાદ સ્થિતિ વણસતા યુવકોએ કાયદો હાથમાં લીધો હતો અને જાહેરમાં જ છૂટ્ટા હાથની મારામારી શરૂ કરી દીધી હતી. આ અચાનક બનેલી ઘટનાથી રસ્તા પર અવરજવર કરતા રાહદારીઓ અને વાહનચાલકોમાં થોડા સમય માટે ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Vadodara Shocker

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

Vadodara Shocker

આ મારામારીની સમગ્ર ઘટના કોઈ રાહદારી કે સ્થાનિક દ્વારા પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લેવામાં આવી હતી. હાલ આ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક યુવકો ઉશ્કેરાયેલા હાલતમાં મારામારી કરતા સ્પષ્ટ નજરે ચડે છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: સોનુ નિગમે સર્જરી ટેબલ પર ગાયું મોહમ્મદ રફીનું ગીત, વીડિયો જોઈ ફેન્સ થયા મંત્રમુગ્ધ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments