Accident Rocks Vadodara: શહેરના રાજમહેલ રોડ વિસ્તારમાં એક મોટો અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. વડોદરા શહેર પોલીસની બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમને નડેલા આ અકસ્માતમાં એકસાથે ચાર વાહનો ધડાકાભેર સામસામે અથડાઈ ગયા હતા, જેમાં ત્રણ પોલીસ વાહનોનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં કેટલાક પોલીસકર્મીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
Accident Rocks Vadodara: રાજમહેલ રોડ પર સર્જાઈ અફરાતફરી

પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ, વડોદરા શહેરના વ્યસ્ત ગણાતા રાજમહેલ રોડ પર પોલીસની બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડના વાહનો પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક પોલીસના વાહનો અને એક ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ડમ્પર અને પોલીસ વાહનો સહિત કુલ ચાર વાહનો એકસાથે ધડાકાભેર અથડાતા રસ્તા પર અફરાતફરી મચી ગઈ હતી અને વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.

Accident Rocks Vadodara: પોલીસ વાહનોને ભારે નુકસાન, જવાનો ઇજાગ્રસ્ત

આ અકસ્માત એટલો ભીષણ હતો કે ચારમાંથી ત્રણ પોલીસ વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે અને ગાડીઓના આગળના ભાગના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. આ અકસ્માતમાં વાહનમાં સવાર કેટલાક પોલીસ કર્મીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે. ઘટનાની ગંભીરતાને જોઈને તાત્કાલિક ધોરણે ઇજાગ્રસ્ત પોલીસકર્મીઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
નવાપુરા પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી આવી

અકસ્માતની આ ગંભીર ઘટનાની જાણ થતાં જ સ્થાનિક નવાપુરા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવવાની સાથે અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે અંગેની વધુ તપાસ હાથ ધરી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: સોમા તળાવ રોડ પર આદિવાસી યાત્રા દરમિયાન યુવકો વચ્ચે જૂથ અથડામણ અને મારામારી, વીડિયો વાયરલ