Bonsai show: સિંધુભવન રોડ પર ‘બોનસાઇ શૉ’, 4 થી 10 માર્ચ સુધી મુલાકાત લઇ શકાશે

0
170
Bonsai show: સિંધુભવન રોડ પર 'બોનસાઇ શૉ', 4 થી 10 માર્ચ સુધી મુલાકાત લઇ શકાશે
Bonsai show: સિંધુભવન રોડ પર 'બોનસાઇ શૉ', 4 થી 10 માર્ચ સુધી મુલાકાત લઇ શકાશે

Bonsai show: અમદાવાદના સિંધુભવન રોડ પર AMC દ્વારા આયોજિત ‘બોન્સાઇ શૉ’ ને મુલાકાતીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. દેશ અને દુનિયાનાં વિવિધ સ્થળોથી એકત્ર કરાયેલ 1500 થી વધુ બોન્સાઇ અને ટોપીયોરી પ્લાન્ટ્સને આપ અહીં નિહાળી શકશો. આ (Bonsai show) પ્રદર્શનને 12 હજાર ચો.મીટર જેટલા વિસ્તારમાં ઝેન ગાર્ડનની ડિઝાઈન પર તૈયાર કરાયું છે. 4 માર્ચથી 10 માર્ચ સુધી આ શૉ ની મુલાકાત લઈ શકાશે. શોની મુલાકાત માટે 50 રૂ. ટિકિટનો દર રાખવામાં આવ્યો છે.

Bonsai show: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકો માટે ‘બોનસાઇ શો’ ને ખુલ્લો મૂક્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘બોનસાઈ શો’માં વિવિધ આકર્ષણો નિહાળ્યાં હતાં. અનેકવિધ નવા બોનસાઇ અને ટોપીયોરી પ્લાન્ટ્સને નિહાળી મુખ્યમંત્રીએ સૌને બિરદાવ્યા હતા.’બોનસાઇ શો’ (Bonsai show) ની વિશેષતાની વાત કરવામાં આવે તો, આશરે 12 હજાર ચો.મી. જેટલા વિસ્તારમાં નિર્માણ કરાયું છે, જેમાં દેશ અને દુનિયાનાં વિવિધ સ્થળોથી એકત્ર કરાયેલા 1500થી વધુ બોનસાઇ અને ટોપીયોરી પ્લાન્ટ્સનો સમાવેશ કરાયો છે. આ પ્રસંગે મેયર પ્રતિભાબેન જૈન, ડેપ્યૂટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, મ્યુ.કમિશનર એમ.થેન્નારસન સહિત મ્યુનિ.ના પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ તમામ વૃક્ષો 10થી 200 વર્ષ સુધી આયુષ્ય ધરાવે છે. આ ઉપરાંત આ તમામ પ્લાન્ટ્સનું પ્રદર્શન ઝેન ગાર્ડન (જાપાનીઝ ગાર્ડન)ની ડિઝાઈન પર તૈયાર કરાયું છે. આ ‘Bonsai show’ માં ઓલિવ, ફાયકસ, એડનિયમ, વડ, પીપળો, ખાટી આંબલી, નિકાડેવિયા, ઝેડ પ્લાન્ટ, પીપળ, ગૂગળ, લેગોસ્ટ્રોમીયા, આલ્ફીજીયા સહિતના અનેક પ્રકારના બોનસાઇ વૃક્ષો જોવા મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિશાળ વૃક્ષોને કુંડામાં ઉછેરી નાના રાખવા અને તેને અલગ અલગ આકાર આપવાની કળાને બોનસાઇ તરીકે ઓળખવામાં આવે છે.

Bonsai show address: બોન્સાઈ શોનું સરનામું

તારીખ: 4 થી 10 માર્ચ

સ્થળ : સિંધુ ભવન રોડ, ઓક્સિજન પાર્કની બાજુમાં, અમદાવાદ

એન્ટ્રી ફી: રૂ.50

12 હજાર ચોરસ મીટર જગ્યામાં શોનું આયોજન. 1500થી વધુ વિદેશી પ્લાન્ટ

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો