Rath yatra: હાથીને માર મારવાના બનાવમાં કડક કાર્યવાહી કરવાની માગ

    0
    388

    Rath yatra:હાથીને માર મારવાના મામલે તોફાની વિવાદ

    અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા દરમિયાન ખાડીયા વિસ્તારમાંથી રથયાત્રા પસાર થતી વખતે એક અણધારી ઘટના બની. ડી.જે. મ્યુઝિકના તીવ્ર અવાજથી ભડકેલા એક નર હાથી અને બે માદા હાથી બેકાબૂ બન્યા, જેના કારણે રથયાત્રામાં અફરાતફરી મચી ગઈ. આ હાથીઓને તાત્કાલિક રથયાત્રાથી અલગ કરીને જગન્નાથજી મંદિર નજીક આવેલા હાથીખાના પરિસરમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને શાંત કરવામાં આવ્યા.

    આ ઘટનાને પગલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો, જેમાં એક મહાવત હાથીને લાકડી વડે મારતો જોવા મળ્યો. આ વીડિયોએ લોકોમાં રોષ ફેલાવ્યો અને પ્રાણીઓ પ્રત્યેની હિંસા અંગે સવાલો ઉભા થયા. આ મામલે ગાયકવાડ હવેલી પોલીસે જગન્નાથજી મંદિરના સંચાલકો પાસેથી વીડિયો અંગેનો રિપોર્ટ માંગ્યો છે અને ખાનગી રીતે તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં વીડિયોમાં જોવા મળેલા મહાવત અને સંબંધિત વ્યક્તિઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

    હવે આ મામલે સ્ટેટ એનિમલ વેલ્ફેર એસોસિએશને જિલ્લા કલેક્ટરને પત્ર લખીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. એસોસિએશન દ્વારા અમદાવાદ કલેક્ટરને લખાયેલા પત્રમાં જણાવાયું છે કે રથયાત્રામાં હાથી ભાગવાની ઘટના બાદ હાથીને માર મારવામાં આવી રહ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો . આ વીડિયો ખુબ જ ચિંતાજનક છે અને પ્રાણીઓ પ્રત્યેની કૃરતા દર્શાવે છે.

    Rath yatra

    Rath yatra:સ્ટેટ એનિમલ વેલ્ફેર એસોસિએશનનો કલેક્ટરને પત્ર, કડક કાર્યવાહી

    પત્રમાં અમદાવાદ કલેક્ટરની અધ્યક્ષતામાં કાર્યરત પ્રાણી કૃરતા નિવારણ સોસાયટી દ્વારા આ હાથી બાબતે પ્રાણીઓને ધ્યાનમાં રાખીને જે પણ કાર્યવાહી કરવામાં આવે અને એ પ્રત્યે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેનો અમારો સહકાર રહેશે. વાયરલ થયેલા વીડિયોના આધારે કાયદેસરની કાર્યવાહી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે જેથી હાથીને યોગ્ય ન્યાય મળી શકે. ભવિષ્યમાં ઘ કે મંદિર કે કોમર્શિયલ કોમ્પલેક્સમાં કોઇ આશ્રયસ્થાને કે રથયાત્રામાં કે કોઇ મેળાવડામાં કોઇ પણ પ્રાણી પર અત્યાચાર ના થાય તે માટે અમારુ સમર્થન છે.

    ઉલ્લેખનિય છે કે આ ઘટના અંગે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. તેમણે જણાવ્યું કે, “મહાવતે હાથીને મારવાના ઇરાદાથી નહીં, પરંતુ તેને સમજાવવા અને તેના વર્તનને નિયંત્રિત કરવા માટે લાકડીનો ઉપયોગ કર્યો હશે. આ પ્રક્રિયા હાથીની ભાષામાં તેને સમજાવવાનો એક ભાગ છે, જેમાં હિંસાનો કોઈ ઇરાદો નથી. જે રીતે આપણે આપણા બાળકને તોફાન કરવા પર સમજાવીએ છીએ, તેવી જ રીતે મહાવતે હાથીને સમજાવવા માટે આ પદ્ધતિ અપનાવી હશે. હાથીને કોઈ જોરજબરદસ્તી કરવામાં આવી નથી, અને તે હાથીખાનામાં સુરક્ષિત, ખુશ અને સ્વસ્થ છે.”

    Rath yatra

    Rath yatra:રથયાત્રા દરમિયાન હાથીઓ બેકાબૂ બન્યાની ઘટના

    મહંત દિલીપદાસજીએ વધુમાં સ્પષ્ટતા કરતાં કહ્યું, “અમે વર્ષોથી હાથીઓનું પ્રેમથી ધ્યાન રાખીએ છીએ અને તેમની સંભાળ માટે ખર્ચ કરીએ છીએ. રથયાત્રામાં બેકાબૂ થયેલા હાથીઓ હવે સંપૂર્ણ શાંત છે, અને તેમને કોઈ તકલીફ નથી. વાયરલ વીડિયોમાં દેખાતો હાથી અને રથયાત્રામાં બેકાબૂ થયેલા હાથીઓ અલગ છે.”

    ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
    યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
    Read more: Rath yatra: હાથીને માર મારવાના બનાવમાં કડક કાર્યવાહી કરવાની માગ
    રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે