Gas Cylinder Blast: દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયામાં ઘરેલુ ગેસનો બાટલો ધડાકાભેર ફાટ્યો

0
226

Gas Cylinder Blast: દેવભૂમિ દ્વારકા જામ ખંભાળિયામાં ઘરેલુ ગેસનો બાટલો ધડાકાભેર ફાટ્યો હતો. શક્તિનગર વિસ્તારમાં ગઇકાલે મોડી સાંજના રસોડામાં રહેલો ગેસનો બાટલો ફાટતા દોડધામ મચી હતી.. બાટલો ફાટતા રસોડામાં રહેલો માલસામાન અને દીવાલ ધરાસાઇ થઇ ગઈ હતી.. રસોડામાં તેમજ આજુબાજુમાં કોઇ ન હોવાથી સદનસીબે જાનહાની ટળી હતી.

Gas Cylinder Blast
Gas Cylinder Blast

Gas Cylinder Blast: ઘર માલિકને ભારે આર્થિક નુકસાન

દેવભૂમિદ્વારકા: ખંભાળિયાનાં શક્તિનગર વિસ્તારમાં બ્લાસ્ટની ઘટના બનતા દોડધામ સર્જાઈ હતી. શક્તિનગરના શિરૂવાડીમાં રહેતા ડાયાભાઈ કણઝારીયા નામના ઘરે ગેસનો બાટલો ફાટતા રસોડું પણ ધરાસાયી થયું હતું. ઘટનાની જાણ થતાં ગામના સરપંચના સહિત આગેવાનો સ્થળ પર પહોંચી રાહત કામમાં મદદ કરી હતી. આ બ્લાસ્ટની બ્લાસ્ટથી કોઇ જાનહાનિ થવા પામી નથી પરંતુ ધટનામાં ઘર માલિકને આર્થિક નુકસાન પહોંચ્યું છે …

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો