અમદાવાદમાં રામોલ વિસ્તારમાં આવેલા એક જવેલર્સની દુકાનમાં બંદૂકની અણીએ લૂંટનો પ્રયાસ થયો છે. બુકાનીધારીઓ લુંટના પ્રયાસે જવેલરીની દુકાનમાં હથિયાર સાથે ઘુસી આવ્યા હતા.દુકાનમાં ઘૂસીને લુંટારૂઓએ હથિયાર બતાવીને વેપારી પાસે એક લાખ રૂપિયાની માગણી કરી હતી. એક શખ્સ દુકાનના કાઉન્ટર પર ચઢી ડીસ્પલેમાં મુકેલા દાગીના લેવા માટે આગળ આવ્યો હતો. જોકે દુકાન માલિકે તેમની પાસે રહેલ ખુરશી ઊંચી કરીને તેને રોકવા લાગ્યા અને તેને કાઉન્ટરથી આગળ આવવા દીધો નહીં. અને વેપારીએ બૂમાબૂમ કરતા લોકો ભેગા થઇ જતાં લૂંટારૂઓ ફરાર થઇ ગયા હતા. સમગ્ર મામલે રામોલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. સીસીટીવીનાં આધારે લુંટારૂઓને પકડવા તજવીજ શરુ કરી છે. ક્રાઇમ બ્રાંચ સહિતની ટીમે આ બુકાનીધારીઓને પકડવા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે.