HomeGujaratHorrific Murder In Surat: સુરતમાં હૃદયકંપાવનારો હત્યાકાંડ પત્નીએ પ્રેમી સાથે મળી પતિને...

Horrific Murder In Surat: સુરતમાં હૃદયકંપાવનારો હત્યાકાંડ પત્નીએ પ્રેમી સાથે મળી પતિને બીજા માળેથી ફેંક્યો, જીવતો બચતાં બ્લેડથી ગળું કાપી નાખ્યું!

Horrific Murder In Surat: ડાયમંડ સિટી સુરતના વેડરોડ વિસ્તારમાં ફિલ્મી પટકથાને પણ ટક્કર મારે તેવી એક અત્યંત ક્રૂર અને હૃદયકંપાવનારી હત્યાની ઘટના સામે આવી છે. રોજ-રોજના ઝઘડાથી આઝાદ થઈને પ્રેમી સાથે લગ્ન કરવા માટે એક કળિયુગી પત્નીએ પોતાના જ પતિને મોતના ઘાટ ઉતારી દીધો. ઘસઘસાટ ઊંઘી રહેલા પતિને પહેલા બીજા માળેથી નીચે રોડ પર ફેંકી દેવાયો અને તે જીવતો બચી જતાં તીક્ષ્ણ બ્લેડથી ગળું કાપી તેની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. અકસ્માત મોતમાં ખપાવવાનો પ્રયાસ નિષ્ફળ જતાં ચોકબજાર પોલીસે ગણતરીના કલાકોમાં આ મર્ડર મિસ્ટ્રીનો પર્દાફાશ કરી પત્ની અને તેના પ્રેમીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

Horrific Murder In Surat: ૬ મહિનાથી રચાતું હતું મોતોનું કાવતરું

પોલીસના જણાવ્યા અનુસાર, મૂળ ઝારખંડનો વતની અને સુરતના વેડરોડ પંડોળની રહેમતનગર સોસાયટીમાં રહેતો જન્મજયકુમાર તીર્થ રાય (ઉં.વ. ૪૨) તેની પત્ની ચાંદનીકુમારી સાથે રહેતો હતો. અગાઉના લગ્નની વાત છુપાવવા બાબતે અને કમાણીના પૈસા ઘરમાં ન આપવા મુદ્દે પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઉગ્ર ઝઘડા અને મારપીટ થતી હતી.

આ દરમિયાન પત્ની ચાંદનીને ફુલવાડી વિસ્તારમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના શુલભસિંહ બહાદુરસિંહ બંમ નામના યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. પતિના ત્રાસથી કંટાળેલી અને પ્રેમીના પ્રેમમાં અંધ બનેલી ચાંદનીએ છેલ્લા ૬ મહિનાથી પતિને રસ્તામાંથી હટાવવાનો ખતરનાક પ્લાન ઘડ્યો હતો.

Horrific Murder In Surat: “પતિ ઊંઘે છે, મોકો સારો છે આવી જા…” અને શરૂ થયો ખોફનાક ખેલ

Horrific Murder In Surat

૭ જૂનના રોજ પણ પતિ-પત્ની વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો, જે બાદ ચાંદનીએ તે જ રાત્રે ખેલ ખતમ કરવાનું નક્કી કર્યું. રાત્રે ૮ વાગ્યે પતિ ઘરે આવીને સૂઈ ગયો ત્યારે ચાંદની જાગતી રહી. મોડી રાત્રે ૧ વાગ્યે પતિ ઘસઘસાટ ઊંઘી જતાં તેણે પ્રેમી શુલભસિંહને ફોન કરીને બોલાવ્યો: પતિ ઘસઘસાટ ઊંઘે છે, મોકો સારો છે આવી જા…”

માત્ર ૧૦ મિનિટમાં પ્રેમી રૂમ પર પહોંચી ગયો હતો. બંનેએ ભેગા મળીને ઊંઘી રહેલા જન્મજયકુમારને ઊંચક્યો અને ગેલેરીમાંથી સીધો જ બિલ્ડિંગના બીજા માળેથી નીચે રોડ પર ફેંકી દીધો.

Horrific Murder In Surat: નીચે તરફડિયાં મારતો હતો અને પ્રેમીએ બ્લેડ ફેરવી દીધી

પતિને નીચે ફેંક્યાના ૨૦ મિનિટ પછી ચાંદનીએ ગેલેરીમાંથી ડોકિયું કર્યું તો તેના હોશ ઊડી ગયા. જન્મજયકુમાર મર્યો ન હતો, પરંતુ જોરજોરથી શ્વાસ લઈ રહ્યો હતો. જો તે જીવી જાય તો પોતે ફસાઈ જશે તેવા ડરથી ચાંદનીએ દોડીને નીચે જઈ પ્રેમીને વાત કરી. શુલભસિંહે કહ્યું, તું ચિંતા ન કર, હું તેને પતાવી દઉં છું.”

પ્રેમી શુલભસિંહે દોરા કટીંગ કરવાની તીક્ષ્ણ બ્લેડ હાથમાં લીધી અને રસ્તા પર તરફડિયાં મારી રહેલા જન્મજયકુમારના ગળાના ભાગે બે ઘા ઝીંકી દીધા. ગળું કપાઈ જતાં અત્યંત રક્તસ્ત્રાવ અને મગજમાં લોહી જામી જવાને કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

Horrific Murder In Surat: અકસ્માતની વાર્તા ઘડી, પણ પીએમ રિપોર્ટ અને CCTV એ પોલ ખોલી

Horrific Murder In Surat

હત્યા કર્યા બાદ શાતિર પત્નીએ પોલીસને ગુમરાહ કરવા માટે એવી વાર્તા ઘડી કે તેનો પતિ અગમ્ય કારણોસર બીજા માળેથી નીચે પડી જતાં મોતને ભેટ્યો છે. શરૂઆતમાં ચોકબજાર પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ ૧૯૪ મુજબ અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા જ પોલીસ ચોંકી ઉઠી હતી, જેમાં મોતનું કારણ ઊંચાઈ પરથી પડવું નહીં પરંતુ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા હોવાનું સામે આવ્યું હતું.

પોલીસની આગવી પૂછપરછ સામે કાતિલ પત્ની ભાંગી પડી ચોકબજાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.આર. તિવારી અને પી.આઈ. એસ.ડી. રાતડાની ટીમે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસતા મધ્યરાત્રિએ એક શંકાસ્પદ યુવકની હિલચાલ નજરે પડી હતી. આ પુરાવાના આધારે પોલીસે જ્યારે પત્ની ચાંદનીકુમારીને વિશ્વાસમાં લઈ કડકાઈથી પૂછપરછ કરી, ત્યારે તે ભાંગી પડી હતી અને પાપની કબૂલાત કરી લીધી હતી.

પોલીસે બંને આરોપીઓ વિરૂદ્ધ ગુનાહિત કાવતરૂં અને હત્યા (BNS કલમ ૧૦૩(૨), ૬૨(૨), ૫૪ અને જી.પી. એક્ટ ૧૩applied) હેઠળ ગુનો નોંધીને જેલ ભેગા કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: નર્મદા ભાજપમાં મોટો ભડકો! પ્રોટોકોલ ભંગના આક્ષેપ સાથે નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના ધરણા; રાજીનામાની ચીમકી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments