અમદાવાદના ટ્રાફિક સિગ્નલ બપોરે રહેશે બંધ

0
237

અમદાવાદના ટ્રાફિક વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે 18 એપ્રિલે મીટિંગ મળવાની છે.ત્યારે 15 અને 16 એપ્રિલે  અમદાવાદમાં યલો એલર્ટ રહેવાની આગાહી પણ કરવામાં આવી છેઅને હવામાન વિભાગે હજુ પણ આકરી ગરમી પડવાની આગાહી કરી છે. ત્યારે ગત વર્ષે પણ આકરી ગરમીના પગલે શહેરના મોટા ટ્રાફિક જંકશન પર સિગ્નલ બંધ રખાયા હતા.ત્યારે મિટિંગમાં ચર્ચા કર્યા બાદ 19મી તારીખથી બપોરના સમયે 1 થી 4 વાગ્યા સુધી શહેરના ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવાઇ શકે છે.