HomeDeshપાલઘરમાં સર્જાયો અકસ્માત

પાલઘરમાં સર્જાયો અકસ્માત

ડૉ.ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ આયોજિત રેલીમાં દર્દનાક અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માત મહારાષ્ટ્રમાં આવેલા પાલઘરમાં બન્યો છે.આ રેલી મનવેલપાડા થી પાલઘરના કારગિલ વિસ્તાર સુધી રેલી કાઢવામાં આવી હતી. ત્યારે આંબેડકરની જન્મજયંતિની આયોજિત રેલી દરમિયાન વીજ કરંટ લાગવાથી બે લોકોના મોત થયા હતા. જ્યારે પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. દાઝી ગયેલ તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રેલી પૂરી થયા બાદ લોકો ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચીને મામલાની તપાસ  શરૂ કરી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments