ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત

0
43

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા ટૂંક સમયમાં શરૂઆત થવા જઈ રહી છે.ત્યારે હાલ ચારધામ યાત્રાનું રજીસ્ટ્રેશન ચાલી રહ્યુ છે.જેમાં આધાર કાર્ડ,પાસપોર્ટ સાઈઝના ફોટા અને હેલ્થ સર્ટીફિકેટ સહિતના ડોક્યુમેન્ટ્સ ચારધામ યાત્રાનાં રજીસ્ટ્રેશન માટે જરૂરી છે.જેમાં અત્યાર સુધી 12 લાખ 47 હજાર લોકોનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે.ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ 22 એપ્રિલે ખુલવાના છે. અને કેદારનાથમાં 25 એપ્રિલે તો બદ્રીનાથમાં 27 એપ્રિલે કપાટ ખુલવાના છે. પરંપરાગત રીતે ચારધામ યાત્રાની શરૂવાત પશ્ચિમથી પૂર્વ તરફ શરૂ થાય છે, મતલબ યમુનોત્રીથી આ યાત્રા શરૂ થઈને ગંગોત્રી, કેદારનાથ અને પછી બદ્રીનાથમાં પોહચી પૂર્ણ થાય છે.