Amitshah : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે જમ્મુ-કાશ્મીરમાં વધી રહેલા આતંકી હુમલા પર ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક યોજી હતી, બેઠકમાં જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ, એનએસએ અજીત ડોભાલ , સુરક્ષાબળોના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા, બેઠકમાં અમરનાથની આગામી વાર્ષિક તીર્થયાત્રા માટેની સુરક્ષા વ્યવસ્થા અને ‘તાજેતરના આતંકવાદી હુમલાઓને ધ્યાનમાં રાખીને જમ્મુ ક્ષેત્રમાં વર્તમાન સુરક્ષા સ્થિતિ’ની સમીક્ષા કરવામાં આવી હતી.
ગૃહ પ્રધાન અમિત શાહે એજન્સીઓને નિર્દેશ આપ્યો કે જમ્મુ એરિયામાં ઝીરો ટેરર પ્લાન હેઠળ કાર્યવાહી કરવામાં આવે, જમ્મુમાં પણ તાત્કાલિક ધોરણે કાશ્મીર ખીણમાં લાગુ કરાયેલ પ્લાન હેઠળ કાર્યવાહી કરવામાં આવે, તેમણે કહ્યું કે મોદી સરકાર નવીન પદ્ધતિઓ દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરીને એક ઉદાહરણ સ્થાપિત કરવા પ્રતિબદ્ધ છે.
ગૃહમંત્રીએ તમામ એજન્સીઓ પર મિશન મોડમાં કામ કરવા અને સંકલિત રીતે ત્વરિત પ્રતિભાવ સુનિશ્ચિત કરવા ભાર મૂક્યો હતો. સુરક્ષા એજન્સીઓ વચ્ચે એકીકૃત સંકલન પર ભાર મૂકતા, અમિત શાહે સંવેદનશીલ વિસ્તારોની ઓળખ અને તેમની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્દેશ આપ્યો.
નવી દિલ્હીમાં યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રશાસિત પ્રદેશની સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે જ અમરનાથ યાત્રા માટે સંપૂર્ણ સુરક્ષા કવચ, યાત્રાના માર્ગો પર વિશેષ સુરક્ષા વ્યવસ્થા, રાજમાર્ગો પર વધારાના સુરક્ષા દળોની તૈનાતી, જમ્મુ-કાશ્મીરમાં તમામ તીર્થસ્થળો અને પ્રવાસન સ્થળો પર તકેદારી રાખવાનું પણ આહ્વાન કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રીની અધ્યક્ષતામાં બોલાવવામાં આવેલી આ બેઠકમાં એનએસએ અજીત ડોભાલ, એલજી મનોજ સિન્હા, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે, લેફ્ટનન્ટ. જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, સીએસ દુલુ, ડીજીપી સ્વેન, એડીજીપી વિજય કુમાર અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી.
Amitshah : આતંકવાદને સમર્થન કરનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ’
Amitshah : સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહમંત્રી શાહે આતંકવાદી હુમલામાં તાજેતરમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને જમ્મુ ક્ષેત્રમાં વર્તમાન સુરક્ષા સ્થિતિ અંગે પણ વિગતવાર માહિતી લીધી છે. ગૃહમંત્રીને જમ્મુમાં વર્તમાન સુરક્ષા પરિદ્રશ્ય વિશે માહિતી આપવામાં આવી હતી. તેમણે ઉચ્ચ સુરક્ષા અધિકારીઓને જમ્મુમાં કાર્યરત આતંકવાદીઓ અને તેમને ટેકો આપતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો.
ગૃહમંત્રીએ શિવખોડી યાત્રાળુઓ પરના હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને વૈષ્ણોદેવી, શિવખોડી અને અન્ય તીર્થસ્થાનોની મુલાકાત લેતા યાત્રાળુઓની સુરક્ષા માટે સંકલિત પ્રયાસો કરવા હાકલ કરી હતી. તેમણે સુરક્ષા અધિકારીઓને સુરક્ષા દળો અને યાત્રાળુઓની અવરજવરને સુરક્ષિત રાખવા માટે હાઈવે અને સંવેદનશીલ સ્થળો પર કડક તકેદારી રાખવાનો નિર્દેશ આપ્યો હતો.
તેમણે કહ્યું કે ‘જમ્મુમાં આતંકવાદીઓને સમર્થન કરનારા તત્વો સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને કોઈપણ કિંમતે આ વિસ્તારમાં આતંકવાદને વધવા દેવો જોઈએ નહીં.’ સૂત્રોએ જણાવ્યું કે ગૃહમંત્રીએ ઉચ્ચ સુરક્ષા અધિકારીઓને જમ્મુમાં સક્રિય આતંકવાદીઓ સુધી પહોંચવા માટે માનવ ગુપ્ત માહિતી એકત્રિત કરવાનો નિર્દેશ આપ્યો હતો.
Amitshah : શાંતિપૂર્ણ ચૂંટણી માટે સુરક્ષા એજન્સીઓની પ્રશંસા કરી
Amitshah : સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહમંત્રીએ કાશ્મીરમાં શાંતિપૂર્ણ સ્થિતિ અને સ્થાનિક આતંકવાદીઓની ભરતીના અત્યાર સુધીના સૌથી નીચા ગ્રાફ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જમ્મુ અને કાશ્મીરમાં લોકસભા ચૂંટણીના સરળ અને શાંતિપૂર્ણ સંચાલન માટે સુરક્ષા એજન્સીઓની પણ પ્રશંસા કરી હતી, જેમાં લોકોની રેકોર્ડ ભાગીદારી જોવા મળી હતી.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો