Home Desh Countering China & Iran: ઈરાન સંકટ વચ્ચે દિલ્હીમાં ક્વાડ (Quad) દેશોની મહાબેઠક,...

Countering China & Iran: ઈરાન સંકટ વચ્ચે દિલ્હીમાં ક્વાડ (Quad) દેશોની મહાબેઠક, દરિયાઈ સુરક્ષા માટે મોટો એક્શન પ્લાન, ચીન-ઈરાનને કડક સંદેશ

0
374
Countering China & Iran
Countering China & Iran

Countering China & Iran: મિડિલ ઈસ્ટમાં વધતા જતા સૈન્ય તણાવ અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતના યજમાનપદે નવી દિલ્હીમાં ‘ક્વાડ’ (Quad) સંગઠનના વિદેશ મંત્રીઓની હાઈ-લેવલ બેઠક યોજાઈ ગઈ. ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનના વિદેશ મંત્રીઓએ ભાગ લીધો હતો. ચારેય શક્તિશાળી લોકતાંત્રિક દેશોએ મુક્ત, ખુલ્લા અને સુરક્ષિત ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે એક થઈને કામ કરવાનો મક્કમ સંકલ્પ જાહેર કર્યો છે.

ઈરાન સંઘર્ષને કારણે વૈશ્વિક એનર્જી સપ્લાય અને દરિયાઈ વેપાર ખોરવવાની આશંકાઓ વચ્ચે ક્વાડ દેશોએ મેરિટાઇમ સર્વેલન્સ, પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્રિટિકલ મિનરલ્સને લઈને શ્રેણીબદ્ધ નવી ઐતિહાસિક પહેલોની જાહેરાત કરી છે.

Countering China & Iran

Countering China & Iran: સમુદ્રી સુરક્ષા પર સૌથી મોટો એક્શન પ્લાન અને ફિજી પ્રોજેક્ટ

વૈશ્વિક વેપારનો લગભગ 60 ટકા હિસ્સો ઇન્ડો-પેસિફિક (હિંદ-પ્રશાંત) ક્ષેત્રમાંથી પસાર થાય છે, જેને સુરક્ષિત રાખવા માટે બે મોટા નિર્ણયો લેવાયા:

  • રીઅલ-ટાઇમ ડેટા શેરિંગ: અમેરિકાના વિદેશ મંત્રી (સેક્રેટરી ઓફ સ્ટેટ) માર્કો રુબિયોએ નવી સર્વેલન્સ પહેલની જાહેરાત કરી છે, જે અંતર્ગત ચારેય દેશો દરિયાઈ ગતિવિધિઓ પર નજર રાખવા માટે રીઅલ-ટાઇમ ડેટા એકબીજા સાથે શેર કરશે.
  • ફિજીમાં પ્રથમ સંયુક્ત પોર્ટ પ્રોજેક્ટ: પ્રશાંત મહાસાગરમાં ચીનના વધતા પ્રભાવને કાઉન્ટર કરવા માટે ક્વાડ દેશો સંયુક્ત રીતે ફિજી (Fiji) દેશમાં પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કરશે. ક્વાડનો આ પ્રકારનો આ પ્રથમ સંયુક્ત પ્રોજેક્ટ છે.

Countering China & Iran: હોર્મુઝની ખાડી પર ખતરો: એનર્જી સુરક્ષા માટે નવું ફ્રેમવર્ક

ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોન્ગે જણાવ્યું હતું કે, ઈરાન દ્વારા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ રૂટને બંધ કરવાની ધમકીઓ વચ્ચે ઇન્ડો-પેસિફિક એનર્જી સિક્યોરિટી ઇનિશિયેટિવ’ શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ ઇમરજન્સી રિસ્પોન્સ પર કામ કરશે અને દરિયાઈ રૂટ પર કોઈ પણ પ્રકારની જોહુકમી કે ગેરકાયદે ટેક્સ વસૂલવાની પ્રવૃત્તિનો ક્વાડ દેશો સખત વિરોધ કરશે.

Countering China & Iran: ચીન પર નિર્ભરતા ઘટશે: ક્રિટિકલ મિનરલ્સ ફ્રેમવર્ક લોન્ચ

આધુનિક ટેકનોલોજી અને ઈલેક્ટ્રિક વાહનો (EV) માટે જરૂરી એવા રેર અર્થ મિનરલ્સ (મહત્વના ખનિજો) પર ચીનનું એકહથ્થુ શાસન તોડવા માટે ક્વાડ ક્રિટિકલ મિનરલ્સ ફ્રેમવર્ક’ મંજૂર કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ખાણકામ, પ્રોસેસિંગ અને રિસાયક્લિંગમાં ચારેય દેશો સંયુક્ત રોકાણ કરશે. આ સાથે જ ભારત અને અમેરિકા વચ્ચે એક અલગ દ્વિપક્ષીય કરાર પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

Countering China & Iran: ભારતનો આતંકવાદ સામે ‘ઝીરો ટોલરન્સ’ અને જાપાનનો પ્રહાર

  • ભારતનું કડક વલણ: વિદેશમંત્રી એસ. જયશંકરે સ્પષ્ટ સંદેશ આપતા જણાવ્યું કે, જે દેશો આતંકવાદી હુમલાનો સામનો કરી રહ્યા છે, તેમને આત્મરક્ષણ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. ક્વાડ સંગઠન આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ ધરાવે છે.
  • જાપાનનો ચીન પર પ્રહાર: જાપાનના વિદેશ મંત્રી તોશિમિત્સુ મોતેગીએ ચીનની વિસ્તારવાદી નીતિ તરફ ઈશારો કરતા કહ્યું કે, બળજબરીથી યથાવત સ્થિતિ બદલવાના કોઈપણ પ્રયાસનો ક્વાડ સખત વિરોધ કરે છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, શાળાઓમાં AI પ્લેટફોર્મ પર બાળકોનો ડેટા શેર કરતા પહેલા વાલીઓની મંજૂરી હવે ‘ફરજિયાત’

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે