Protecting Young Minds: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, શાળાઓમાં AI પ્લેટફોર્મ પર બાળકોનો ડેટા શેર કરતા પહેલા વાલીઓની મંજૂરી હવે ‘ફરજિયાત’

0
99
Protecting Young Minds
Protecting Young Minds

Protecting Young Minds: રાજ્યની શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓના પર્સનલ અને સંવેદનશીલ ડેટાની સુરક્ષાને લઈને ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી છે. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ માટે એક અત્યંત મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ આદેશ અનુસાર, હવેથી AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત કોઈપણ પ્લેટફોર્મ પર વિદ્યાર્થીઓનો ડેટા શેર કરતા પહેલાં વાલીઓની લેખિત મંજૂરી લેવી ફરજિયાત રહેશે.

Protecting Young Minds

Protecting Young Minds: અમેરિકાની AI કંપની ‘એન્થ્રોપિક’ અને ‘પ્રથમ’ સંસ્થાના પ્રોજેક્ટ બાદ લીધો નિર્ણય

સરકારના ધ્યાને આવ્યું છે કે કેટલીક શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં AI ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓના ડેટાનો સંગ્રહ અને તેનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં અમેરિકાની જાણીતી AI કંપની એન્થ્રોપિક (Anthropic) અને શિક્ષણ ક્ષેત્રે કામ કરતી પ્રથમ’ સંસ્થા વચ્ચે થયેલા કરાર અને શૈક્ષણિક પ્રવૃત્તિઓના સંદર્ભમાં આ નિર્ણય લેવાયો છે.

ડેટાનો દુરુપયોગ ન થાય તે માટે સરકારે Digital Personal Data Protection Act-2023 (DPDP Act) ની કડક જોગવાઈઓ હેઠળ તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ (DEO) અને શાળાઓને માર્ગદર્શિકાનું પાલન કરવા આદેશ આપ્યો છે.

Protecting Young Minds: પરિપત્રની મુખ્ય અને મહત્વની વાતો:

  • નિર્ધારિત હેતુ માટે જ ઉપયોગ: વિદ્યાર્થીઓ પાસેથી મેળવેલી માહિતીનો ઉપયોગ માત્ર જે શૈક્ષણિક હેતુ નક્કી કરાયો હોય તેના માટે જ કરી શકાશે.
  • તમામ MoU ની સમીક્ષા થશે: સરકારે વિવિધ NGO, ટેક્નોલોજી પાર્ટનર્સ અને અન્ય સર્વિસ પ્રોવાઇડર્સ સાથે થયેલા તમામ કરારો (MoU) ની ફરીથી સમીક્ષા કરવા આદેશ આપ્યો છે, જેથી ડેટા પ્રાઇવસીની શરતો સ્પષ્ટ કરી શકાય.
  • કાયદેસરની કાર્યવાહી: જો કોઈ શાળા કે સંસ્થા આ નિયમોનું ઉલ્લંઘન કરશે અથવા વાલીઓની મંજૂરી વગર ડેટા પ્રોસેસ કરશે, તો તેમની સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે તેવી કડક ચેતવણી આપવામાં આવી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહિ ક્લિક કરો

ગીરના રાજા પર મોટું સંકટ! 10 દિવસમાં 8 સિંહોના મોતથી વનવિભાગમાં ભારે દોડધામ, જીવલેણ રોગની આશંકા