Market Crash: શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 479 અંક તૂટીને 76,000ની સપાટી પર આવ્યો, નિફ્ટી પણ 118 અંક ગગડ્યો

0
92
Market Crash
Market Crash

Market Crash: સપ્તાહના બીજા કારોબારી દિવસે એટલે કે આજે મંગળવાર, 26 મેના રોજ ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. નબળા વૈશ્વિક સંકેતો અને પ્રોફિટ બુકિંગને કારણે આજે બજાર લાલ નિશાન પર બંધ થયું હતું. આજના કારોબારમાં ખાસ કરીને બેન્કિંગ, કન્ઝ્યુમર ડ્યુરેબલ, રિયલ્ટી અને ફાર્મા સેક્ટરના શેરોમાં ભારે વેચવાલી (Profit Booking) હાવી રહી હતી.

Market Crash
  • સેન્સેક્સ (Sensex): 479 પોઈન્ટના ઘટાડા સાથે 76,009 પર બંધ થયો.
  • નિફ્ટી (Nifty): 118 પોઈન્ટ તૂટીને 23,913 ના સ્તરે બંધ રહ્યો.

Market Crash: એશિયન બજારોમાં મિશ્ર માહોલ

આજે એશિયાના અન્ય પ્રમુખ બજારોમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. સાઉથ કોરિયાના માર્કેટે શાનદાર રિકવરી બતાવી હતી, જ્યારે જાપાન અને હોંગકોંગના બજાર નબળા રહ્યા હતા:

ઇન્ડેક્સલેવલપોઈન્ટ ચેન્જટકાવારી ચેન્જ
કોસ્પી (સાઉથ કોરિયા)8,048+200+2.55% 📈
નિકેઈ (જાપાન)64,996-162-0.25% 📉
હેંગસેંગ (હોંગકોંગ)25,599-7-0.03% 📉
Market Crash

Market Crash: 🇺🇸 અમેરિકી બજારોમાં ગઈકાલે તેજી હતી

ભારતીય બજારમાં આજે ઘટાડો રહ્યો, પરંતુ તેનાથી ઉલટું ગઈકાલે (સોમવારે) રાત્રે અમેરિકી બજારો ગ્રીન ઝોનમાં અને મજબૂતી સાથે બંધ થયા હતા:

ઇન્ડેક્સલેવલપોઇન્ટ ફેરફારટકાવારી ફેરફાર
ડાઉ જોન્સ50,580+294+0.58% 📈
નાસ્ડેક26,344+51+0.19% 📈
S&P 5007,473+28+0.37% 📈

Market Crash: રોકાણકારોનો ટ્રેન્ડ (FII અને DII ડેટા)

બજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) લાંબા સમયથી વેચવાલી કરી રહ્યા હતા, પરંતુ ગઈકાલે તેમણે આશરે ₹822 કરોડની નાની ખરીદી કરી હતી. બીજી તરફ સ્થાનિક રોકાણકારો (DII) સતત બજારને ટેકો આપી રહ્યા છે:

(આંકડા કરોડોમાં – ₹)

કેટેગરીતાજેતરના (ગઈકાલ)છેલ્લા 7 દિવસછેલ્લા 30 દિવસ
DII (સ્થાનિક રોકાણકારો)+3,857+14,321+72,308
FII/FPI (વિદેશી રોકાણકારો)+822-7,107-45,178

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ઈરાન સંકટ વચ્ચે દિલ્હીમાં ક્વાડ (Quad) દેશોની મહાબેઠક, દરિયાઈ સુરક્ષા માટે મોટો એક્શન પ્લાન, ચીન-ઈરાનને કડક સંદેશ