HomeDeshPM Mudra Yojana Fraud: સાવધાન! પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના નામે ₹2,550 ચૂકવી 5...

PM Mudra Yojana Fraud: સાવધાન! પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના નામે ₹2,550 ચૂકવી 5 લાખની લોન મેળવવાની લાલચ આપતો પત્ર નકલી, PIBનું ફેક્ટ ચેક

PM Mudra Yojana Fraud: સોશિયલ મીડિયાના જમાનામાં માહિતીનો ભંડાર ઉપલબ્ધ છે, પરંતુ તેની સાથે ફેક ન્યૂઝ અને ઓનલાઈન છેતરપિંડીનું જોખમ પણ એટલું જ વધી ગયું છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PM Mudra Yojana) ના નામે લોકોને ગેરમાર્ગે દોરી મોટી આર્થિક છેતરપિંડી કરવાનો એક સનસનાટીભર્યો કારસો સામે આવ્યો છે. જો તમારી પાસે પણ આવો કોઈ પત્ર આવ્યો હોય, તો સાવધ થઈ જજો!

PM Mudra Yojana Fraud

PM Mudra Yojana Fraud: શું છે સમગ્ર મામલો?

આજકાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર એક લોન અપ્રૂવલ લેટર (Loan Approval Letter) ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ નકલી પત્રમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, “પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ સરકાર દ્વારા ₹5 લાખની લોન મંજૂર કરવામાં આવી છે. આ લોનની રકમ મેળવવા માટે અરજદારે ₹2,550 ની પ્રોસેસિંગ ફી એડવાન્સમાં જમા કરાવવાની રહેશે.”

સામાન્ય લોકો આ સરકારી માર્કો ધરાવતા નકલી પત્રને સાચો માનીને ઠગ ટોળકીના શિકાર બની રહ્યા છે.

PM Mudra Yojana Fraud: PIB (પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો) નું ફેક્ટ ચેક: સામે આવી સત્યતા

આ ભ્રામક સમાચાર વાયરલ થતાં જ કેન્દ્ર સરકારની સત્તાવાર એજન્સી PIB (Press Information Bureau) એ તાત્કાલિક એક્શન લીધા છે અને આ વાયરલ પત્રનું સંપૂર્ણ ખંડન કર્યું છે.

PIB એ તેના સત્તાવાર ‘X’ (ટ્વિટર) એકાઉન્ટ પર આ પત્ર શેર કરીને તેના પર મોટા અક્ષરે ‘FAKE’ (નકલી) નું ચિહ્ન લગાવ્યું છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે:

  • ભારત સરકાર કે મુદ્રા યોજના હેઠળ આવો કોઈ પત્ર જારી કરવામાં આવ્યો નથી.
  • લોન મેળવવા માટે એડવાન્સમાં કોઈ પ્રોસેસિંગ ફી લેવામાં આવતી નથી.
  • આ પત્ર સંપૂર્ણપણે નકલી છે અને લોકોને નાણાં પડાવવા માટે બનાવવામાં આવ્યો છે.

PM Mudra Yojana Fraud: મુદ્રા લોન વિશે આ મહત્વની બાબતો ખાસ જાણો

સરકારે લોકોને જાગૃત કરતાં જણાવ્યું છે કે, મુદ્રા (MUDRA) સંસ્થા ક્યારેય કોઈ વ્યક્તિ કે નાના ઉદ્યોગ સાહસિકને સીધી લોન આપતી નથી. તે એક રીફાઇનાન્સિંગ (Refinancing) એજન્સી છે.

મુદ્રા લોન મેળવવાની સાચી રીત: જો તમારે મુદ્રા યોજના હેઠળ લોન જોઈતી હોય, તો તમારે સરકાર માન્ય બેંકો, સહકારી બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો અથવા બિન-બેંકિંગ નાણાકીય કંપનીઓ (NBFCs) નો સીધો સંપર્ક કરવો પડે છે. કોઈ વચેટિયા કે ઓનલાઈન પત્રો દ્વારા આ લોન સીધી મળતી નથી.

PM Mudra Yojana Fraud: શંકાસ્પદ માહિતીની અહીં જાણ કરો

PIB એ સામાન્ય જનતાને અપીલ કરી છે કે આવા ઠગોથી સાવધાન રહે અને અફવાઓ ફેલાવતી અટકાવે. જો તમારી પાસે પણ સરકારને લગતી કોઈ શંકાસ્પદ કે ભ્રામક માહિતી અથવા ઓફર આવે, તો તમે તેની ખરાઈ કરવા માટે PIB ના સત્તાવાર મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી પર સંપર્ક કરીને સત્યતા જાણી શકો છો.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

સુરતમાં કાળજું કંપાવનારી ઘટના, ૨ વર્ષ બાદ ઈદ મનાવવા વતન જતાં માસૂમ પર ૩ કૂતરાઓનો હિંસક હુમલો, માથું ફાડી નાખ્યું!

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments