School van : અમદાવાદના વાલીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. મંગળવારથી સ્કૂલ વાહન ચાલકો હડતાળ પર જશે. ટ્રાફિક પોલીસ અને RTOની કામગીરીના વિરોધમાં સ્કૂલ વાહન ચાલકો હડતાળ પર જશે. વાહન ચાલકો તેમના પડતર પ્રશ્નો અને ધીમી પાસિંગ પ્રક્રિયાથી નારાજ ચાલી રહ્યા છે. ત્યારે સ્કૂલવર્ધી એસોસિએશને હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે. હડતાળના નિર્ણયથી વાલીઓની ચિંતામાં વધારો થયો છે.
School van : વાલીઓ થશે હેરાન
School van : વાલીઓએ નવી આફતનો સામનો કરવો પડી શકે છે. ગુજરાતમાં હજુ તો આ સપ્તાહે જ સ્કૂલો શરૂ થઈ છે ત્યાં વાલીઓએ મંગળવારથી સ્કૂલોના ધક્કા ખાવા પડી શકે છે. તેનું કારણ છે સ્કૂલ વાહન ચાલકો મંગળવારથી હડતાળ પર ઉતરી રહ્યા છે. સ્કૂલવર્ધી એસોસિએશને હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે. સ્કૂલ વર્ધી એસોસિએશને આ વર્ષે શૈક્ષણિક સત્ર શરૂ થવાની સાથે જ ભાડામાં વધારો કરીને વાલીઓ પર મોંઘવારીનો બોજ નાંખ્યો છે. હવે વાલીઓએ સ્કૂલ વાહન ચાલકોની હડતાળના કારણે સંતાનોને સ્કૂલે મૂકવા-લેવા અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
School van : સ્કૂલ વાહન ચાલકોએ તેમના કેટલાક પડતર પ્રશ્નો અને મંથર ગતિએ થતી પાસિંગ પ્રક્રિયા સહિતની કેટલીક સમસ્યાનો ઉકેલ ના આવતાં અંતે મંગળવારથી હડતાળ પર જવાનો સ્કૂલવર્ધી એસોસિએશને નિર્ણય કર્યો છે. ટ્રાફિક પોલીસ અને RTO વિભાગની કેટલીક કાર્યવાહીના વિરોધમાં આ નિર્ણય લેવાયો છે. જોકે, વાલીગણે સ્કૂલ વર્ધી એસોસિએશનના હડતાળના નિર્ણયને વખોડી કાઢ્યો છે. ઉલ્લેખનીય છે કે, સ્કૂલ વાહન ચાલકોના કેટલાક પડતર મુદ્દાને લઇને આજે (રવિવાર) એસોસિએશનની એક બેઠક હતી. બેઠકમાં સ્કૂલ રીક્ષા અને વેનમાં પાસિંગની પ્રક્રિયા ઝડપી બનાવવા માંગ કરાઇ હતી.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો