Alcohol  :   લો બોલો….દિલ્હી NCR 10 મહિનામાં 1600 કરોડનો દારૂ પી ગયું

0
105
Alcohol
Alcohol

Alcohol : ગુજરાતીઓ માટે દારૂનું સેવન કરવું એ હંમેશને માટે એક રસપ્રદ વાત રહી છે. ડ્રાય સ્‍ટેટ ગુજરાતમાં પ્‍યાસીઓ પોતાની પ્‍યાસ બુજાવવા દીવ-દમણ કે પછી રાજસ્‍થાનના નજીકના કોઈ ટુરિસ્‍ટ ડેસ્‍ટિનેશનને પસંદ કરતાં હોય છે. અને અમુક તો ગેરકાયદેસર રીતે પણ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ‘મેળ’કરીને પોતાની પ્‍યાસ બુજાવી લેતા હોય છે. જો કે પાટનગર ગાંધીનગરના ગિફટ સિટીમાં કડક નિયમો સાથે દારૂબંધીમાં છૂટછાટ આપવામાં આવી છે ત્‍યારે તાજેતરમાં જ યોજેલા ૬૯માં ફિલ્‍મફેર એવોર્ડને લઈને સામાન્‍ય દિવસો કરતાં અધધધ દારૂ વહેંચાયો હતો. પરંતુ તાજેતરના એક રિપોર્ટમાં ભારતના એક શહેરે સૌને ચોંકાવી દીધા છે. આ શહેરમાં ૧૦ મહિનામાં કરોડો રૂપિયાનો દારૂ વહેંચાય ગયો છે.

Alcohol

Alcohol  : એક સમાચાર સંસ્‍થાના એક રિપોર્ટ અનુસાર, નોઈડાના દિલ્‍હી NCRમાં માત્ર ૧૦ મહિનામાં લગભગ ૧૬૦૦ કરોડ રૂપિયાનો દારૂ વેચાયો છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે લગભગ ૨૫ ટકાનો વધારો થયો છે. નોઈડામાં દારૂનું વેચાણ વધવાને કારણે આવકમાં પણ વધારો થયો છે. આબકારી કમિશનરે આ સંબંધિત ડેટા પણ શેર કર્યો છે.

Alcohol

Alcohol  : આ રીતે નોઈડા જિલ્લો ઉત્તર પ્રદેશના તમામ રાજયોમાં સૌથી વધુ દારૂની રેલમછેલ કરતું શહેર બની ગયું છે. ગૌતમ બુદ્ધ નગર જિલ્લા આબકારી અધિકારી સુબોધ કુમારે કહ્યું કે આ વર્ષે અમને ૨૦૨૩-૨૪માં ૨,૩૨૪ કરોડ રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્‍યો હતો.

Alcohol  : આબકારી અધિકારીનું સન્‍માનપત્ર આપી સન્‍માન કરાયું

Alcohol

Alcohol  : તમને જાણીને નવાઈ લાગશે કે છેલ્લા ૧૦ મહિનામાં નોઈડામાં એક કરોડ ૭૮ લાખ ૧૬ હજાર ૫૩ લીટર દેશી દારૂ અને એક કરોડ ૫ લાખ ૮૨ હજાર બોટલ અંગ્રેજી શરાબનું વેચાણ થયું છે. UPનાં નોઈડા શહેર પણ અંગ્રેજી શરાબના વેચાણના મામલામાં પ્રથમ સ્‍થાને રહ્યું છે. ત્‍યારે, લગભગ ૩ કરોડ ૬૩ લાખ કેન બિયરનું વેચાણ થયું છે. આંકડામાં વધારો જોઈને આબકારી કમિશનરે ગૌતમ બુદ્ધ નગરના આબકારી અધિકારીનું સન્‍માનપત્ર આપી સન્‍માન કર્યું હતું.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.