HomeAhmedabadAhmedabad News :ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં શખ્સ આપઘાત કરતા હચમચાટ — પરિવારની...

Ahmedabad News :ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં શખ્સ આપઘાત કરતા હચમચાટ — પરિવારની ફરિયાદ બાદ ભારે દુઃખથી જીવન ટૂંકાવ્યું

Ahmedabad News :અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં શનિવાર (29મી નવેમ્બર)ની રાત્રે થયેલી એક હ્રદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. પરિવાર દ્વારા કરાયેલી ફરિયાદ અને પોલીસ સ્ટેશનમાં થયેલા ઝઘડાના દુઃખથી એક વ્યક્તિએ પોલીસ સ્ટેશનના ધાબાથી કૂદીને જીવ ટૂંકાવી લીધૂ . પોલીસએ આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.

Ahmedabad News

Ahmedabad News :શું છે આખો મામલો?

મળતી માહિતી મુજબ, ચાંદખેડામાં વેલજીભાઈના કૂવા પાસે રહેતા સુરેશભાઈ બદાણીની શનિવારે બપોરે લગભગ 12 વાગ્યે પત્ની સાથે કોઈ પારિવારિક મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પરિસ્થિતિ ગંભીર બનતાં તેમના પુત્ર પિયુષભાઈએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને જાણ કરી હતી. થોડા સમયમા પોલીસ ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી.

પોલીસના જણાવ્યા મુજબ, સ્થળ પર પહોંચ્યા બાદ સુરેશભાઈની પત્ની અને તેમના બે પુત્રોએ સુરેશભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. ત્યારબાદ પરિવારના ચારેય સભ્યોને આગળની કાર્યવાહી માટે ચાંદખેડા પોલીસ સ્ટેશન લવાયા.

Ahmedabad News

પોલીસ સ્ટેશનમાં ફરી ઝઘડો — પુત્રોએ નોંધાવી ફરિયાદ

પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ પણ પતિ-પત્ની અને પુત્રો વચ્ચે ફરી ઝઘડો સર્જાયો. બંને પુત્રોએ તેમના પિતા સુરેશભાઈ વિરુદ્ધ લખિત ફરિયાદ નોંધાવી હતી. પુત્રોની જ ફરિયાદથી સુરેશભાઈ ખૂબ જ દુઃખી થઈ ગયા હતા અને માનસિક રીતે તૂટી પડ્યા હતા.

Ahmedabad News :દુઃખ સહન ન થતાં આપઘાતનો પગલું

ફરિયાદની પ્રક્રિયા ચાલતી હોય ત્યારે સુરેશભાઈ અચાનક પોલીસ સ્ટેશનના ધાબા તરફ ગયા અને ત્યાંથી નીચે કૂદી પડ્યા. ધડાકાનો અવાજ સાંભળતા પોલીસ કર્મીઓ દોડી આવ્યા અને સુરેશભાઈ લોહીલુહાણ હાલતમાં જમીન પર પડેલા મળ્યા. તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા, પરંતુ તેમની જીવ બચી શક્યો નહોતો.

પોલીસે આ ઘટના અંગે **અકસ્માત મોત (ADM)**નો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ ચાલુ છે.

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Gujarat Police Recruitment : ગુજરાત પોલીસ વિભાગમાં 13,591 જગ્યાઓ માટે મેગા ભરતીની જાહેરાત

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments