HomeFinanceIndia’s Exports news:5 મહિનામાં નિકાસ 8.83 અબજથી ઘટીને 6.30 અબજ ડોલર; વેપારમાં...

India’s Exports news:5 મહિનામાં નિકાસ 8.83 અબજથી ઘટીને 6.30 અબજ ડોલર; વેપારમાં ચિંતાનો માહોલ

India’s Exports news:ભારતની અમેરિકાને નિકાસમાં સતત પાંચ મહિનાથી પડતો ઘટાડો હવે ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે. ગ્લોબલ ટ્રેડ ઇનિશિએટિવ (GTRI)ના તાજા રિપોર્ટ મુજબ, મે–ઓકટોબર 2025 દરમિયાન ભારતની નિકાસ 8.83 અબજ ડોલર પરથી ઘટીને 6.30 અબજ ડોલર પર આવી પહોંચી છે, જે 28.50%નો મોટો ઘટાડો દર્શાવે છે.

India’s Exports news

India’s Exports news:ટેરિફ વધારાનો સીધો પ્રભાવ

રિપોર્ટ અનુસાર, અમેરિકા દ્વારા ભારતીય માલસામાન પર લાદવામાં આવેલા ભારે ટેરિફ આ ઘટાડાનું મુખ્ય કારણ છે.

  • એપ્રિલમાં 10% ટેરિફથી શરૂઆત,
  • ઓગસ્ટમાં વધારી 25%,
  • અને ઓગસ્ટના અંતમાં તે 50% સુધી લઈ જવાયું હતું.

હાલમાં અમેરિકાના મુખ્ય વેપારી દેશોમાં ભારત પર સૌથી વધુ ટેરિફ લાદવામાં આવી રહ્યા છે.
ચીન પર 30% અને જાપાન પર 15% ટેરિફ વસૂલવામાં આવે છે, જ્યારે ભારત પર 50% સુધીનો દર લાગુ છે.

India’s Exports news

India’s Exports news:ટેરિફ-મુક્ત વસ્તુઓની નિકાસ પણ ઘટી

સ્માર્ટફોન, ફાર્મા અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ — જેને ટેરિફમાંથી છૂટ આપવામાં આવી છે — તેની નિકાસ પણ મેની સરખામણીએ ઓકટોબરમાં 25.80% ઘટી છે.

  • મે : 3.42 અબજ ડોલર
  • ઓકટોબર : 2.54 અબજ ડોલર

આ વસ્તુઓ ઓકટોબરના કુલ નિકાસ મૂલ્યમાં 40.30% હિસ્સો ધરાવે છે.

આયર્ન–સ્ટીલ–કોપર જેવા ઉત્પાદન પર પણ ઘટાડો

જે સામાન પર અમેરિકા દરેક દેશ માટે સમાન ટેરિફ વસૂલે છે એવા આયર્ન, સ્ટીલ, એલ્યુમિનિયમ અને કોપરના નિકાસમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે.
મે મહિનાના 62.90 કરોડ ડોલર પરથી ઓકટોબરમાં આ નિકાસ 24% ઘટીને 48 કરોડ ડોલર રહી છે.

India’s Exports news:GTRIનું સૂચન એક્સપોર્ટ પ્રમોશન મિશન શરૂ કરો

અમેરિકાને નિકાસમાં પડેલા આ ભારે ઘટાડાને ધ્યાનમાં રાખીને GTRIએ સરકારને તરત જ Export Promotion Mission કાર્યરત કરવા સૂચન કર્યું છે.
આ મિશનની જાહેરાત માર્ચમાં થઈ હતી અને કેબિનેટે તેને 12 નવેમ્બરે મંજુરી આપી છે, પરંતુ હજી સુધી તે અમલમાં આવ્યું નથી.

રિસર્ચ બોડીનું માનવું છે કે ભારતે અમેરિકામાં લાદવામાં આવેલ વધારાના 25% ટેરિફ દૂર કરવા રાજનૈતિક સ્તરે દબાણ વધારવું પડશે, નહીતર નિકાસમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે.

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Gujarat Police Recruitment : ગુજરાત પોલીસ વિભાગમાં 13,591 જગ્યાઓ માટે મેગા ભરતીની જાહેરાત

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments