Accident News: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, કારમાં સવાર 10 લોકોના મોત

0
116
Accident News: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, કારમાં સવાર 10 લોકોના મોત
Accident News: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, કારમાં સવાર 10 લોકોના મોત

Accident News: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ફરી એકવાર જીવલેણ અકસ્માતની ઘટના બની છે. નડિયાદ પાસે એક્સપ્રેસ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં અત્યાર સુધીમાં 10 જેટલા લોકોના મોત થયાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે. જ્યારે એક વ્યક્તિની હાલત હજુ ગંભીર હોવાનું જણાવાય છે.

Accident News: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, કારમાં સવાર 10 લોકોના મોત
Accident News: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, કારમાં સવાર 10 લોકોના મોત

Accident News: વડોદરા થી અમદાવાદ આવતી કારનો અકસ્માત

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ પાસે ટેન્કરની પાછળ એક કાર ઘુસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ફુરચે ફુરચા બોલી ગયા હતા. આ કારણે કારમાં સવાર તમામ 10 લોકોના મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા જ 108ની બે એમ્બ્યુલન્સ તરત જ સ્થળ પર પહોંચી ગઈ હતી.

વિગત મુજબ, કાર અમદાવાદથી વડોદરા તરફ જઈ રહી હતી ત્યારે એક્સપ્રેસ વે પર ટ્રકના પાછળના ભાગ સાથે અથડાઈ હતી. આઠ લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બે ઘાયલ લોકોને એમ્બ્યુલન્સમાં નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જેઓ પાછળથી મૃત્યુ પામ્યા હતા.

Accident News: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, કારમાં સવાર 10 લોકોના મોત
Accident News: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, કારમાં સવાર 10 લોકોના મોત

કોઈ ટેકનિકલ ખામીના કારણે ટ્રક એક્સપ્રેસ વેની ડાબી લેન પર અટકી ગઈ હતી અને કાર ચાલકને બ્રેક લગાવવા માટે પૂરતો સમય ન મળ્યો અને તે ટ્રક સાથે અથડાઈ.

અકસ્માતમાં 4-5 વર્ષની બાળકીનું પણ મોત

અકસ્માતની આ ઘટનામાં એક 4-5 વર્ષની બાળકીનું પણ મોત થયું છે. આ કાર એક ટ્રાવેલર કાર હતી. જે એક્સપ્રેસ હાઈવે પર અમદાવાદથી વડોદરા અને વડોદરાથી અમદાવાદ પેસેન્જરોને લાવવા અને લઈ જવાનું કામ કરતી હતી. હાલમાં પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ કરી રહી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો